ગીરસોમના સાગરમાં પોલીસ સહિતની એજન્સીની સુરક્ષા કવાયત

  • April 27, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરસોમના જિલ્લાનો ૧૦૦ કી.મીથી  પણ વધારે સરહદી સાગર કિનારો હોય જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાની હેઠળ આદ્રી-સોમનાી નવાબંદર સુધી સમગ્ર દરિયાને ખુંદી દરિયાઇ સરહદ સુદ્રઢ અને સર્તક છે તેવી પ્રતિતિ રૂપ સાગર સુરક્ષા કવચ યોજાયું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક - એલસીબી પોલીસ અધિકારી એ.બી.જાડેજા તા સ્ટાફ એસઓજી પોલીસ ઇન્સ. જે.એન.ગઢવી દરિયાઇ સરહદના તમામ પોલીસ થાણા અધિકારીઓ, સ્ટાફ બંદર વિભાગ, ફિશરીઝ કોસ્ટગાર્ડ તેમજ સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. ૪૮ કલાક સુધી કવાયત, મોકડ્રિલ યોજાયા હતાં.

જેમાં ૬ બોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દરિયામાંથી  આતંકવાદી હુમલો કરવા આવી રહેલ ૭ બોટો (ડમી)ને પકડી પાડવામાં આવી હતી.

આ સાગર સુરક્ષા કવચમાં દુરબીન, વાયરલેસ સેટ્સ, બેટરી, હયિારો સોના જવાનો સરકારી વાહનો ખડેપગે રહ્યા.

​​​​​​​
સાગર સુરક્ષા કવચ શું છે
સાગર સુરક્ષા કવચ એટલે ભવિષ્યમાં દરિયાઇ માર્ગે કોઇપણ આતંકવાદી, ડ્રગ્સ હેરફેર કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિનો જડબેસલાક સજ્જડ સામનો કરી શકાય તે માટે દર માસ અંતરે કવાયત ગોઠવી ફરજ ઉપરના જવાનોએ પકડવા સતર્ક અને બાજ નજર તા હિંમતપૂર્વક બા ભીડવા સજજ રહે તે માટે નિયમીત રીતે જાણકારી અને ચકાસણી માટે યોજાતી મોકડ્રીલ હોય છે. વિશ્ર્વ પ્રસિધ્ધ સોમના મહાદેવનું મંદિર ઝેડ પ્લસ લોખંડી સુરક્ષા કવચ ધરાવતું સાગરકાંઠે આવેલુ મંદિર છે જેને પણ આ સાગર સુરક્ષા કવચમાં આવરી લેવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application