મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ, માછીમારોની બોટોની ચકાસણી શરૂ : દેશ વિરોધી હિલચાલ કરનારાઓની ખેર નથી
ગુજરાતના દરિયાકાંઠાને સંવેદનશીલ માનવામાં આવે છે, ભૂતકાળમાં દરિયાઇ માર્ગે થોકબંધ દેશ વિરોધી પ્રવૃતિઓ સામે આવી ચૂકી છે, ખાસ કરીને ડ્રગ્સ માફીયાઓ દ્વારા પણ દરિયાઇ માર્ગનો મહત્તમ દુપયોગ થાય છે, ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે, હાલમાં પણ દ્વારકા જિલ્લાના સમુદ્રી તટ પર મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સંયુકત રીતે વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને એક-એક હીલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. બેટ દ્વારકા અને અન્ય સાત ટાપુઓ પરથી ગેરકાયદે દબાણો દૂર કયર્િ બાદ સુરક્ષા એજન્સીઓએ કડક પગલાં લીધા છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના જણાવ્યા મુજબ, ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલો આ જિલ્લો પાકિસ્તાની જળસીમાની નજીક આવેલો છે. જિલ્લાના કુલ 24 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર માનવ અવરજવર પર પ્રતિબંધ છે.
તાજેતરમાં કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ, આ વિસ્તારમાં ફરી દબાણો ન થાય અને માછીમારો પ્રતિબંધિત ટાપુઓ પર પ્રવેશ ન કરે તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. મરીન પોલીસ, ફોરેસ્ટ વિભાગ અને કોસ્ટગાર્ડ જેવી સુરક્ષા એજન્સીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે. વધુમાં, સમુદ્રમાં જતી માછીમારી બોટોના તમામ દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. એસ.પી. પાંડેયે માછીમારોને પ્રતિબંધિત ટાપુઓથી દૂર રહેવા ખાસ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયા મરીન પોલીસ દ્વારા કાળુભાર ટાપુ પર ધ્વજવંદન કરાયું
January 30, 2025 06:11 PMખંભાળિયામાં ખેડૂત સંમેલન, અમિત ચાવડાએ સરકારને લીધી આડે હાથ
January 30, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech