જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરની વિદાય નિશ્ચિત: દાખલ થયેલા દર્દીઓ માટે સારા સમાચાર

  • June 28, 2021 11:23 AM 

મ્યુકોર્માઇકોસિસના દાખલ થયેલા દર્દીઓ કરતાં કોરોનાના દાખલ થયેલા દર્દીઓની સંખ્યા ઓછી થઈ: કોરોનાના દર્દી ૫૦ ની અંદર: ૪૮ દર્દી દાખલ: જ્યારે મયૂકરના ૬૫ દર્દી: કોવિડ બિલ્ડીંગમા માત્ર ૪ વોર્ડ ચાલુ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, અને આજે કોવિડ હોસ્પિટલના કોરોના ના વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા મ્યુકોર્માઇકોસિસ ના દર્દીઓથી પણ ઓછી થઈ છે. અને કોરોના ના દાખલ થયેલા દર્દીઓનો આંકડો ૫૦ ની અંદર આવી ગયો છે આજે માત્ર ૪૮ દર્દી સારવાર હેઠળ છે, જેથી કોવિડ બિલ્ડીંગ માં માત્ર ચાર વોર્ડ ચાલુ રખાયા છે. મ્યુકરના ૬૫ દર્દીની સામે કોરોના માત્ર ૪૮ દર્દી સારવાર લઈ રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે સમાપ્તિ તરફ જઈ રહ્યું છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં હાલ કોરોના ના માત્ર ૪૮ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેની સામે મયૂકર ના ૬૫ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેથી કોરોના ના દર્દીઓ માટે સારા સમાચાર છે. અને કોરોના ની બીજી લહેર ધીમે ધીમે સમાપ્તિ તરફ આગળ વધી રહી છે.

જેથી હોસ્પિટલના તંત્ર દ્વારા કોરોના ની બીજી લહેર ની એક સપ્તાહ પહેલાંજ સમાપ્ત થયેલી ગણી લીધી છે. હાલ કોવિડ 'એ' વિભાગમાં ૪૮ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે જે પૈકીના ૨૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેઓ માટે જુદા-જુદા ચાર વોર્ડ ચાલુ રાખવામાં આવ્યા છે. બાકીના તમામ વોર્ડ ને હાલ બંધ રખાયા છે, અને સંભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ રાખવામાં આવી છે.

મ્યુકર(બ્લેક ફંગસ) ત્રીજા માળે બે વોર્ડ ચાલુ રખાયા છે, જેમાં હાલ ૬૫ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં પણ મોટાભાગના દર્દીઓ ના ઇન્જેક્શન ના પીરીયડ નો સમય પૂર્ણતાના આરે છે, અને લગભગ ૪૦થી વધુ દર્દીઓને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. જેથી કોરોના ની બીજી લહેર સંપૂર્ણપણે સમાપ્તિ તરફ જઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS