પહેલી માર્ચથી કોરોના વેક્સિનનેશન અભિયાનનો બીજો તબ્બકો શરૂ : 40 વર્ષથી વધુ ઉંમરના બીમાર લોકોને અપાશે કોરોના વેક્સિન

  • February 24, 2021 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં પહેલી માર્ચથી કોરોના વેક્સિનેશનના બીજા તબ્બકાની શરૂઆત થશે. તેના હેઠળ 10 હજાર સરકારી કેંદ્ર અને 20 હજાર ખાનગી હોસ્પિટલમાં લોકોનેની વેક્સિન આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે વેક્સિન 40વર્ષથી વધુ ઉંમરના બીમાર અને 60 વર્ષથી વધુ ઉંમરની તમામ વ્યક્તિઓને આપવામાં આવશે.

 

મળતી માહિતી અનુસાર આ બંને ઉંમર મર્યાદામાં આવતા લોકો સરકારી કેંદ્રોમાં જઈને  મફતમાં કોરોના વેક્સિનનો ડોઝ લઈ શકે છે. જોકે ખાનગી હોસ્પિટલમાં તેના માટે ચાર્જ વસુલવામાં આવશે. એક માર્ચથી શરૂ થઈ રહેલા બીજા તબક્કાના વેક્સિનેશન અભિયાનનને લઈને આરોગ્યમંત્રાલયે કહ્યું હતું કે સરકારી કેંદ્ર ઉપર આ વેક્સિન મફતમાં મળશે. પરંતુ જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા ઇચ્છે છે તેમને ચાર્જ ચુકવવું પડશે.

 

આગામી ત્રણ ચાર દિવસમાં આરોગ્ય મંત્રાલય આ બાબતનો નિર્ણય કરશે કે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન માટે કેટલો ચાર્જ ચુકવવો પડશે. આરોગ્ય મંત્રાલય દ્વારા આ બાબતે મેન્યુફેક્ચર્સ અને હોસ્પિટલ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઉલ્લેખ્નીય છે કે ભારતમાં કોરોનાનું વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS