માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર ઉધોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાયનાન્સના પૂર્વ અધિકારીઓ સહિત ૨૪ અન્ય કંપનીઓ પર ફંડસની હેરફેર કરવા બદલ પ્રતિબધં મૂકયો છે. તેઓ સિકયુરિટી માર્કેટમાં કોઈ વ્યવહાર કરી શકશે નહીં. સેબીએ અનિલ અંબાણીને સિકયુરિટી માર્કેટમાં, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેકટર અથવા કી મેનેજરિયલ પર્સનલ તથા માર્કેટ રેગ્યુલેટર સાથે નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી સહિતની ભૂમિકા પર પ્રતિબધં લગાવવા ઉપરાંત . ૨૫ કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. તેમજ રિલાયન્સ હોમ ફાયનાન્સ પર પણ છ માસનો પ્રતિબધં લગાવતા . ૬ લાખની પેનલ્ટી ફટકારી છે.
સેબીએ ૨૨૨ પાનાના અંતિમ આદેશમાં દર્શાવ્યું હતું કે, અનિલ અંબાણીએ આરએચએફએલના મુખ્ય અધિકારીઓની મદદથી આરએચએફએલમાંથી ફડં ઉપાડી ગેરરીતિ આચરી લોન પેટે અન્ય કંપનીઓને આપ્યું હતું. આરએચએફએલના બોર્ડ આફ ડિરેકટર્સે કોર્પેારેટ લોનની નિયમિત સમીક્ષા અને આવી લોન પ્રક્રિયા રોકવા માટે સખત નિર્દેશો જારી કર્યા હોવા છતાં કંપની મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી. અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ અમુક મુખ્ય અધિકારીઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સંજોગોને જોતાં, ગુનો આચરવામાં વ્યકિતગત અધિકારીઓની સાથે આરએચએફએલ કંપની પણ પોતે તેટલો જ હિસ્સો બની છે. વધુમાં, બાકીની કંપનીઓએ આરએચએફએલ પાસેથી ગેરકાયદેસર રીતે ફંડસ ડાયવર્ઝન કરવા ગેરકાયદેસર રીતે લોન મેળવવાની ભૂમિકા ભજવી છે. જેથી તેમના પર પણ પ્રતિબધં લગાવવામાં આવ્યો છે.
વધુમાં, રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઇઝિસ, રિલાયન્સ એકસચેન્જ નેકસટ એલટી, રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ લિમિટેડ, રિલાયન્સ કિલનજેન લિમિટેડ, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિતની બાકીની સંસ્થાઓને દરેકને . ૨૫ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફેબ્રુઆરી ૨૦૨૨ માં એક વચગાળાનો આદેશ પસાર કર્યેા હતો અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, ઉધોગપતિ અનિલ અંબાણી અને અન્ય ત્રણ વ્યકિતઓ (અમિત બાપના, રવિન્દ્ર સુધાકર અને પિંકેશ આર. શાહ) સામે કથિત રીતે કંપનીમાંથી ભંડોળની ઉચાપત કરવા બદલ તેમને રોકવામાં આવ્યા હતા
અનિલ અંબાણીએ પદનો દુપયોગ કર્યેા
અનિલ અંબાણીએ એડીએ ગ્રુપના ચેરપર્સન તરીકેના પદનો અને આરએચએફએલની હોલ્ડિંગ કંપનીમાં તેમના નોંધપાત્ર પરોક્ષ શેરહોલ્ડિંગનો દુપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરે પોતાની સત્તાનો દુપયોગ કરતાં કોઈપણ પ્રકારની સંપત્તિ, રોકડ પ્રવાહ, નેટવર્થ અને આવક ન ધરાવતી કંપનીઓની હજારો કરોડની લોન મંજૂર કરી હતી. જેઓ લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં મોટાભાગના દેણદારો રિલાયન્સ હોમ્સના પ્રમોટર્સ સાથે જોડાયેલા હોવાનરં જાણવા મળ્યું છે
અનિલ અંબાણીની કંપનીના શેરમાં ભારે ઘટાડો, રિલાયન્સ ઈન્ફ્રા ૧૧ ટકા ઘટો
બીએસઈ પર રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનો શેર ૧૦.૮૩ ટકા ઘટીને . ૨૦૯.૯૦ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એનએસઈ પર તે ૮.૮૯ ટકા ઘટીને . ૨૧૪.૭૬ પર આવી ગયો. આ ઉપરાંત, બીએસઈ અને એનએસઈ પર રિલાયન્સ પાવરનો શેર ૫ ટકા ઘટીને . ૩૪.૪૫ અને . ૩૪.૪૮ થયો હતો. મીડ સેશનના બીઝનેસમાં, ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેકસ ૫૭.૩૨ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા વધીને ૮૧,૧૧૦.૫૧ પર ટ્રેડ કરી રહ્યો હતો, યારે એનએસઈ નિટી ૨૯.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા વધીને ૨૪,૮૪૦.૮૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech