અગ્નિકાંડ: ઇમ્પેકટના આકિર્ટેકટને સીટનું સુરક્ષા કવચ ?

  • June 17, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને વીસ દિવસ વીતી ગયા, આમ છતાં હજી સરકારપક્ષે રચાયેલી સીટ કે રાજકોટ પોલીસની સીટમાં કયાંય કોઇ ઉચ્ચ અધિકારીઓનો રોલ સ્પષ્ટ્ર થયો નથી તેમજ કોઇ રાજકીય આકાઓ, માથાઓ કે પદાધિકારીઓના નામ પણ કયાંય તપાસમાં ખુલ્યા નથી. એકલ દોકલના કદાચ ફરજીયાતપણે લેવા પડે તેમ નિવેદન લેવાયા, કોઇના ગળામાં હજી સુધી કાયદાનો ગાળીયો આવ્યો નથી. ગેરકાયદે બાંધકામમાં ઇમ્પેકટ ફી હેઠળ રેગ્યુલાઇઝ કરવાનું કાંડ હાથમાં લેનાર આકિર્ટેકટ પણ હજી પોલીસની તપાસના દાયરામાંથી બહાર છે. આકિર્ટેકટને પણ સીટનું સુરક્ષા કવચ છે કે કેમ ? તેવા સવાલો ઉઠી રહ્યા હશે જ.


ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ હટાવવા માટે ગત વર્ષે મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્રારા મે અને જૂન માસમાં બે–બે નોટીસ અપાઇ હતી. આ બાંધકામ તૂટતું બચાવવા માટે ગેમઝોનના સંચાલકો દ્રારા મહાપાલિકામાં પ્રયાસો કરાયા અને ભાજપના નગરસેવક નીતિન રામાણીનો સાથ લેવાયો હતો. રામાણીએ પણ આ ગેરકાયદે મોતનો માચડો સલામત રહી જાય તે માટે પ્રયોજનો કર્યા અને આ બાંધકામ ઇમ્પેકટ ફી હેઠળ રેગ્યુલાઇઝ કરાવી દેવા માટેની ભલામણ કરી હતી. રામાણીએ આ માટે આકિર્ટેકટની વ્યવસ્થા પણ ગેમઝોનના સંચાલકને કરી હતી. વાણીયાવાડીમાં રહેતા નિરવ વરૂ નામના આકિર્ટેકટે બાંધકામ રેગ્યુલાઇઝ કરવા માટેનું કામ હાથમાં લીધુ હતુંનું ખુદ રામાણી એ જ કથન કયુ હતું. રામાણીના કહેવાથી વરૂ દ્રારા ઇમ્પેકટના દસ્તાવેજી પુરાવઓ ઉભા કરવાની કામગીરી હાથમાં લેવાઇ હતી.


ક્રાઇમ બ્રાંચ દ્રારા ગેરકાયદે બાંધકામમાં પૂર્વ ટીપીઓ સાગઠિયા અને તેના સાગરિતોની ધરપકડ કરી તે બધા હાલ જેલમાં છે. અત્યારે ક્રાઇમબ્રાંચની સીટ દ્રારા ઇમ્પેકટ ફીમાં બાંધકામ રેગ્યુલાઇઝ કરવા માટેનું નકલી રજિસ્ટર ઉભું કરાયાનું ખુલ્યું અને તે ગુનામાં અન્યની ધરપકડ ચાલી રહી છે. આ નકલી રજિસ્ટર ઉભું કરવા માટે ગેરકાયદે બાંધકામના ઇમ્પેકટ નોંધણીના કાગળો પણ અિકાંડ બાદ તાત્કાલીક આકિર્ટેકટ પાસેથી મગાવાયા હતાંનું ચર્ચાઇ રહ્યું છે. અત્યાર સુધી પોલીસ દ્રારા આકિર્ટેકટનો શું રોલ છે તે સ્પષ્ટ કરાયુું નથી. નીતિન રામાણીએ પોતે જ કરેલા કથનના આધારે પરાણે અથવા તો મીડિયામાં પ્રકરણ ગાજતાં ના છૂટકે લાજ છોડીને ક્રાઇમબ્રાંચે નીતિન રામાણીને પુછપરછ માટે બોલાવી સ્ટેટમેન્ટ લેવાનું કષ્ટ્ર કદાચ કરવું પડયું હશે.

કોર્પેારેટર રામાણીએ સુચિત કરેલા આકિર્ટેકટ વરૂને ખ્યાલ હતો કે, અગાઉ આ બાંધકામ તોડી પાડવા માટેની બે વખત નોટીસ મળી ચુકી છે, આ બાબતથી રામાણી પણ જાણકાર હતાં. આમ છતાં બન્નેએ આત્મવિશ્ર્વાસ અથવા વહિવટથી ટીપી શાખામાં બાંધકામ રેગ્યુલાઇઝ થઇ જશે તે રીતે કામગીરી હાથમાં લીધી હતી. ક્રાઇમબ્રાંચ જે રીતે તપાસ કરી રહી છે અને ટીપી શાખાના અધિકારીઓથી લઇ કર્મચારીઓને પકડી રહી છે તે સારી બાબત છે, પરંતુ સિકકાની બીજી બાજુ એ પણ છે કે, ટીપી શાખા રાજકીય ભલામણ કે વહીવટ વિના ખોટા કાગળો એક ટેબલથી બીજા ટેબલે ચાલવા પણ ન દે તેવી વાતો છે. ટીપી શાખાના બેજવાબદારોની ધરપકડોની સાથે આકિર્ટેકટ અને તેની સાથે સંકળાયેલા અન્યોની પણ ધરપકડ થશે કે કેમ ? તે બાબતે સીટનું પણ પાણી મપાઇ જશે તેવું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે


શું સીટને હાઇકમાન્ડની સૂચના હશે કે ભાજપના કોઇને ટચ નથી કરવાના ?
રાજકોટ શહેર પોલીસ કમિશનર રચીત અગ્નિકાંડની સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) અત્યાર સુધી આ ગુનાની તપાસમાં એક ડઝનથી વધુ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. તપાસ દરમિયાન મહાપાલિકાના પદાધિકારીઓ કે તેની સાથે સંકળાયેલાઓના અિકાંડમાં ખરા ખોટા નામો ઉછળ્યા હતાં. ભાજપના કોર્પેારેટર નીતિન રામાણીનું તો નામ પણ સ્પષ્ટ્રપણે બહાર આવી ગયું હતું કે રામાણીએ આ ગેમઝોનનું બાંધકામ ઇમ્પેકટ હેઠળ રેગ્યુલાઇઝ કરાવવા માટે ભલામણના દૌર કર્યા હતાં. પોલીસ જે રીતે ટીપી શાખાના કે અન્ય વિભાગના અધિકારી–કર્મચારીઓની સંડોવણી હોવાનું ખોલીને ધરપકડ કરી રહી છે તે રીતે આ બાંધકામ તૂટતું બચાવવા માટે ભાજપના માથાના, નગરસેવકનો પણ રોલ છે તેવી વાતો છે. શું પોલીસ (સીટ)ને હાઇકમાન્ડની સ્પષ્ટ્ર સૂચના કે આદેશ હશે કે ભાજપના કોઇને ટચ નથી કરવાના ? એટલા માટે રાજકોટ શહેર પોલીસ અને સરકાર રચીત સીટમાં કોઇ રાજકીય માથાના નામ નહીં આવતા હોય ? જો ભાજપના કોઇને પકડે તો ભાજપની અને સરકારની છબી ખરડાય આ માટે માત્ર નાના અધિકારીઓને પકડીને તપાસનું ગાડુ ગબડાવાતું હશે ? આવા પ્રશ્નો ચર્ચાએ ચડયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application