જામજોધપુર-ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ: પાકને નુકશાન

  • May 04, 2021 09:53 PM 

ભણગોર, મોટી ગોપ, શેઢાખાઇ, કબરકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા પાકને થયેલું વ્યાપક નુકશાન: વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરેલી ઠંડક

જામનગર જિલ્લાના કાલાવડમાં સતત બે-ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ ગઇકાલે જામજોધપુર અને ભાણવડ પંથકના અનેક ગામોમાં માવઠું વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેલ જણસોને ભારે નુકશાન થવા પામ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે, બીજી બાજુ માવઠાના કારણે સમગ્ર વિસ્તારમાં આછેરી ઠંડક પ્રસરી જવા પામી હતી, અનેક ગામોના રસ્તા પર વરસાદી પાણી દોડતા થયા હતા.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી સૂર્યનારાયણ આકરા મિજાજ વરસાવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ કાલાવડ પંથકના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ર થી 3 દિવસ અવિરત કમોસમી વરસાદ વરસ્યો હતો, દરમ્યાન ગઇકાલે જામજોધપુર અને ભાણવડ પંથકના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો, આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ શ થયો હતો.

જામજોધપુર અને ભાણવડ પંથકના મોટી ગોપ, ભણગોર, શેઢાખાઇ, કબરકા સહિતના અનેક ગામોમાં માવઠું વરસ્યું હતું, કમોસમી વરસાદ અડધીથી એક કલાક સુધી અવિરત વરસતા ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓએ પોતાના ખેતરમાં વાવેલ વિવિધ જણસોને ભારે નુકશાન થવા પામ્યું હોવાના વાવડ સાંપડી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ માવઠા થયેલા વિસ્તારમાં ઠંડક પ્રસરી થવા પામી હતી.

હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જો કે આજે સવારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૂર્ય નારાયણનો આકરો મિજાજ રહેવા પામ્યો છે, બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવે તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા પણ દશર્વિવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS