જામનગરમાં ખાનગી કંપનીની ઑફિસમાં ત્રણ શખસનો હંગામો

  • June 19, 2021 11:07 AM 

કર્મચારીઓની સાથે ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી દીધી

જામનગરના પંડિત નહે માર્ગ પર એટ્લાન્ટિંક બિલ્ડિંગ ખાતે આવેલ કાર્ડ કોન્ટ્રાક્ટ સર્વિસીસ કંપનીની ઑફિસમાં ઘસી ગયેલાં ત્રણ શખસોએ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ત્રણે’ય સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સનાળા રોડ, દયાશાંતિ ભવન, એમ-71, ન્યુ ગુજરાત હાઉસિંગ બૉર્ડ ખાતે રહેતાં અને મૂળ રાજસ્થાનના જયપુરના વતની અશ્ર્વિનભાઈ કનૈયાલાલ શમર્િ (ઉ.વ.45)એ ગઈકાલે સિટી ‘બી’ ડિવિઝન ખાતે જામનગરના વિશાલ પરમાર, ગૌરવ પરમાર અને આનંદ ગોકાણી નામના ત્રણ ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ 452-323-504-506(2)-114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવાયું હતું કે, આરોપી વિશાલે ફરિયાદીની  અંબર સિનેમા પાસે ન્યુ ઍટ્લાન્ટિક બિલ્ડીંગ, પેન્ટાલુન શોરુમ ઉપર 415 કેલીબ-એચઆર સર્વિસીસ કંપની બેંક કાર્ડ કોન્ટ્રાક્ટ કંપની નામની ઑફિસમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.

આરોપીએ ફરિયાદી તથા અન્યને અપશબ્દો કહી ઝપાઝપી કરી હતી તેમજ અન્ય બે આરોપીએ અશ્ર્વિનભાઈને તથા સાહેદને અપશબ્દો બોલી ઝપાઝટપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ, આરોપીઓએ એક-બીજાને મદદગારી કરી હતી. તપાસના આધારે આગળની કાર્યવાહી પીએસઆઈ આર.એ. વાઢેર ચલાવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS