રાજકોટ માર્કેટ યાર્ડમાં સીઝન દેખાઇ તમામ જણસીઓમાં નવી આવક શરૂ

  • October 06, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસુ પૂર્ણ થવાને આરે આવતા હવે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી સીઝનની રોનક જોવા મળી રહી છે, લગભગ તમામ જણસીઓ ની નવી આવકો શ થઇ ગઇ છે. જો કે ખરા અર્થમાં નવી સીઝન નવરાત્રીના પ્રારંભથી જામશે.યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે મગફળીમાં ૨૦ હજાર ગુણીની આવક સામે ભાવ .૧૩૫૦થી ૧૫૫૦ સુધી રહ્યા હતા, યારે કપાસમાં ૧૮૦૦૦ મણની આવક સામે ભાવ ૧૫૦૦ સુધી રહ્યા હતા. નવરાત્રીથી ઓઇલ મિલર્સ, જિનર્સ અને એકસપોર્ટર્સની ખરીદી શ થતાં સીઝન જામશે. હાલ તો આવક જેટલી જ લેવાલી રહેતી હોય ભાવ જળવાયેલા રહ્યા છે. મગફળી અને કપાસ પછી ત્રીજા ક્રમે સૌથી વધુ આવક લસણની થઇ રહી છે, આજે લસણમાં ૫૦૦૦ મણની આવક સામે સરેરાશ ભાવ .૧૫૦૦થી ૨૦૦૦ સુધી રહ્યા હતા.

શાકભાજીમાં નવી આવકો શરૂ થતાં ભાવ તળિયે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રમાંથી શાકભાજીની નવી આવકો શરૂ થતા આજે જૂનું યાર્ડ સંકુલ શાકભાજીથી છલકાઇ ઉઠું હતું અને તમામ જણસીઓમાં નવી આવક થતા હવે ભાવ તળિયે પહોંચી ગયા છે તેમ યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application