શહેરમાં ગત અઠવાડિયે લક્ષ્મીનગર બ્રિજ પાસે શાળાએ જતી બે તરૂણીને અટકાવી અડપલાં કરી તેની જાહેરમાં છેડતી કરવામાં આવી હતી.ત્યાં વધુ એક આવી ઘટના સામે આવી છે.80 ફૂટના રોડ ઉપર બે કોમ્પ્લેક્સમાં એક અજાણ્યા શખસે ધસી જઈ બે તરૂણીની છેડતી કરતા વિસ્તારના વાલીઓ ચિંતામાં મૂકાઇ ગયા છે.આ મામલે તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વિકૃત શખસને ઝડપી લેવા તપાસ આગળ ધપાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, 80 ફૂટના રોડ પર રહેતી 14 વર્ષની તરૂણી ગઈ તા. 9ના રોજ રાત્રે પોતાના 10 વર્ષના ભાઈ અને અન્ય બાળકો સાથે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફલોર પર રમી રહી હતી ત્યારે અહીં ધસી આવેલા અજાણ્યા શખસે તરૂણીનું ગળું પકડી, ચેનચાળા કયર્િ બાદ તેને નીચે પછાડી દઈ આ શખસ નાસી ગયો હતો. બનાવ બાદ ડરી ગયેલી તરૂણી રડવા લાગી હતી.દરમિયાન તેના માતા-પિતા બહાર ગયા હોય તેને બનાવની જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા. તે વખતે પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. તેની પુત્રીએ રડતા-રડતા આપવિતી જણાવી હતી. જેથી વિસ્તારના રહીશોએ સીસીટીવી કેમેરા ચેક કરતાં અજાણ્યો શખસ છેડતી કરતાં જોવા મળ્યો હતો. જેથી તરૂણીના વાલીઓ આજે તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા.
બીજી તરફ જાણવા મળ્યું હતું કે, 80 ફૂટના રોડ પર જ આવેલા અન્ય એક બિલ્ડિંગમાં પણ ગઈ તા. 11ના રોજ અજાણ્યા શખસે 11 વર્ષની તરૂણીની છેડતી કરી હતી. આ શખસે તે તરુણીનો હાથ પકડી લીધા બાદ તેને ઈશારાથી સેલરમાં આવવાનું કહ્યું હતું સદનસીબે પાડોશીઓ આવી જતાં તે શખસ ત્યાંથી ભાગી ગયો હતો.આ કોમ્પ્લેક્સના સીસીટીવી ચેક કરતાં ગઈ તા. 9ના રોજ તરૂણીની છેડતી કરનાર શખ્સ જ હોવાનું સ્પષ્ટ થતાં તેના વિરૂધ્ધ આજે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે છેડતી અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આ વિકૃત શખસને ઓળખી કાઢવા અને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech