સપ્તાહમાં આઈટીનું બીજું ઓપરેશન: સ્વાતિ બિલ્ડકોન અને મહેશરાજ કેમિકલ પર સર્ચ

  • September 21, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક અઠવાડિયા પછી આવકવેરા વિભાગે ફરી એક વખત બિલ્ડર ગ્રુપ પર તવાઈ ઉતારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત અને રાજકોટમાં ઝવેરીઓ અને સોટવેર ડેવલપર ને ત્યાં દરોડા ની કામગીરી ના સમાચારોને હજુ એક સાહ થયું નથી ત્યાં ફરી આજે અમદાવાદના જાણીતા સ્વાતિ બિલ્ડર ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા મહેશ રાજ કેમિકલ ગ્રુપ પર આ જ સવારથી ઇન્કમટેકસ વિભાગ ની સમગ્ર રાયમાંથી બોલાવાયેલી ટીમ દ્રારા મેગા સર્ચ ઓપરેશન શ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે.


આ સુપર ઓપરેશન એટલી હદે ગુ રાખવામાં આવ્યું હતું કે, મેગા સરચ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓને પણ દરોડા પાડવા માટે જાય છે તે ખ્યાલ ન હતો. આ અંગેની મળતી વિગત મુજબ સમગ્ર રાયમાં નામાંકિત એવા સ્વાતિ બિલ્ડ કોન ગ્રુપની ઓફિસ તેમજ તેના નિવાસસ્થાન સહિત તેના સાથે કનેકશન ધરાવતા મહેશ રાજ કેમિકલ ગ્રુપ ની ઓફિસ અને બંગલા ખાતે એમ મળી કુલ ૪૦ જેટલા સ્થળો પર સો જેટલા અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તપાસમાં સ્વાતિ સાથે કનેકશન ધરાવતા અને કેમિકલ ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા મહેશ રાજ ગ્રુપના સંચાલકો આવકવેરા વિભાગની નજરે ચડા છે.


સ્વાતિ ગ્રુપના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી સાથે આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેકસ ત્રાટકયુ હતું.અમદાવાદમાં ૩૫ થી ૪૦ સ્થળો દરોડા અને સર્વે નું ઓપરેશન છે.ઇન્કમટેકસના ઓપરેશનમાં અમદાવાદ,વડોદરા અને રાજકોટના ૧૦૦ થી પણ વધુ અધિકારીઓ જોડાયા હતા.તપાસના અંતે મોટાપાયે બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ગત ૧૩મી સપ્ટેમ્બર ના રોજ સુરતમાં પાર્થ તીર્થ કાંતિલાલ વેલર્સ સહિત ચાર જેટલા ઝવેરીઓને ત્યાં દરોડાની કામગીરી હજુ પૂરી થઈ તેને ગણતરીના દિવસો જ થયા છે આ ઉપરાંત તેની સાથે સાથ સુરતના ઝવેરીઓનો નાણાકીય હિસાબ રાખનાર રાજકોટના સોટવેરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી તેનો ડેટા કબજે કરી એનાલિસિસ માટે મોકલ્યો છે ત્યાં હજુ તો આવકવેરા વિભાગના અધિકારીઓએ શ્વાસ પણ લીધો નથી ત્યાં ગઈકાલે સાંજે એટલી હદે આ ઓપરેશનને ગુ રાખવામાં આવ્યું હતું કે ખુદ અધિકારીઓ પણ અજાણ હતા.અમદાવાદ ખાતે મીટીંગ છે તેવા બહાના હેઠળ રાજકોટ અને વડોદરાથી અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application