ધોળે દિ 1 લાખ 40 હજારની રોકડ ઉઠાવી જનાર માતા-પુત્રીની શોધખોળ

  • March 26, 2021 09:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરના લીમડાચોક નજીક ભદ્રકાળી મંદિર સામે સવારે વેપારીએ પોતાની દુકાન ખોલી એ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલ 8 વર્ષની બાળકી અને તેની માતા આ વેપારીની નજર ચુકવી પિયા 1 લાખ 40 હજારની રકમ ઉઠાવીને નાસી છુટતા પોલીસ હરકતમાં આવી ગઇ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના લીમડાચોક નજીક ભદ્રકાળી મંદિર સામે શિવમ સ્ટીલ કોર્પોરેશન નામની ખેત ઓજારો સહિત સિમેન્ટના પતરા, ફાયબરસીટ, પાવડા-તગારાની દુકાન ધરાવતા 7પ વર્ષીય વેપારી ભીખાલાલ લાલજીભાઇ રાડીયાએ સવારે નિત્‌યક્રમ પ્રમાણે પોતાની દુકાન ખોલી હતી અને એ દરમિયાન બપોરે 1ર:00 વાગ્યા આસપાસ એક 8 વર્ષની બાળકી અનેતેની માતા ત્યાં આવી પહોંચ્યા હતા અને તગારાની ખરીદી કરી હતી. 100 પિયાનું તગા  ખરીદયા પછી એ મહીલાએ પાવડો બતાવવા માટે વેપારીને કહ્યું હતું આથી ભીખાલાલ રાડીયા અંદરની બાજુએ રહેલ પાવડાને લેવા ગયા એ પહેલા જ 8 વર્ષની બાળકી દુકાનમાં અંદર આવી ગઇ હતી આથી વેપારીએ તેને અંદર આવવાની ના પાડી હતી અને પાવડો લેવા માટે આગળ વધ્યા એ દરમિયાન ટેબલના ખાનામાં રાખેલ પ00-પ00ની નોટના 3 બંડલ સહિત 1 લાખ 40 હજારની રકમ લઇને એ બાળકી અને તેની માતા ત્યાંથી ગણતરીની સેક્ધડોમાં જ નાસી ગયા હતા.
વેપારી ભીખાલાલ રાડીયાએ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેણે એવું જણાવ્‌યું હતું કે, રાજકોટના વેપારીને પેમેન્ટ કરવાનો હોવાથી દોઢ લાખ પિયા તેઓ ઘરેથી લાવ્યા હતા અને ખાનામાં રાખ્યા હતા અને બાજુના કોઇ વેપારી 10 હજાર પિયા ઉછીના લીધા હતા તે ગણીને ખાનામાં મુકયા એ વખતે ત્રીસેક વર્ષની આ મહીલા અને બાળકીએ એ ઘટના જોઇ હતી. આથી જ તે દુકાનની અંદરમાં આવીને રોકડ લઇ નાસી છુટયા હતા. આજુબાજુમાં સીસીટીવી કેમેરા નજીકના વિસ્તારમાં નહીં હોવાથી પોલીસ પણ કામે લાગી ગઇ છે અને દેવીપુજક સમાજની જણાતી વીસેક જેટલી મહીલાઓને ત્યાં બોલાવીને ઓળખ કરવાની કોશીષ થઇ હતી પરંતુ તેમાંથી કોઇપણ નાણા ઉઠાવી જનાર મહીલા નહીં હોવાનું વેપારીએ જણાવ્‌યું હતું અને ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS