ચકચારી બનેલા રીબડાના અમિત દામજીભાઇ ખુંટનાં આપઘાત પ્રકરણમાં એડવોકેટ દિનેશ પાતર તથા સંજય પંડીતની પોલીસે ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં હવે જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું છે. તેના કહેવાથી સગીર મોડેલ અને તેની બહેનપણીએ મળી અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવી તેના પર રેપનો કેસ કર્યો હતો.ત્યારે પોલીસે હવે રહીમને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આ કેસમાં ઝડપાયેલા બંને એડવોકેટને અત્રેની એડી.ચિફ જ્યુડી.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ૧૨ દિવસનાં રિમાન્ડની માંગ સાથે રજુ કરાતા કોર્ટે રીમાંન્ડ નામંજુર કરતા જેલ હવાલે કરાયા હતા.
રીબડના યુવાન અમિત દામજીભાઇ ખુંટે પોતાની સામે દુષ્કર્મની ફરિયાદ થયા બાદ વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જેમાં તપાસમાં યુવાનને હનીટ્રેપમાં ફાસાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં પોલીસે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહ જાડેજા, રાજકોટની યુવતી પૂજા ગોર અને સગીર સામે ગુનો નોંધ્યો હતો.બાદમાં પ્રકરણમાં બે વકીલ સંજય પંડીત અને દિનેશ પાતરની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જુનાગઢના રહીમ મકરાણી નામના શખસે સગીર મોડેલ અને તેની બહેનપણીને અમિત ખુંટને રેપ કેસમાં ફસાવવાનું કામ સોંપ્યું હતું.બદલામાં તેને લાઇફ સેટ કરવાની અને સારમાં સારી જોબ આપવાની અને મોટી રકમ આપવાની ખાત્રી આપી હતી.એટલું જ નહીં તેણે બંનેને કપડાં પણ લઇ આપ્યા હતાં. જેથી પોલીસે હવે રહીમને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.
બીજી તરફ બંને આરોપી વકીલને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા આરોપી સંજય પંડીત ખુદ વકીલ હોય તેણે દલીલ કરી જણાવ્યું કે સુસાઇડનોટમાં અમારા નામનો ઉલ્લેખ નથી.ફરિયાદ થયા બાદ બન્ને યુવતીઓએ વકીલ તરીકે અમારો સંપર્ક કરેલ હતો.અમે માર્ગદર્શન અને સલાહ આપી હતી.તપાસ એજન્સીએ અમને સાહેદ બનાવવાનાં બદલે આરોપી બનાવી દીધા છે.અમે અવારનવાર ગોંડલમાં જયરાજસિહ સામેનાં કેસમાં તેમના વિરુદ્ધ વકીલ તરીકે રહેતા હોય અમને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયા છે. સંજય પંડીત તથા દિનેશ પાતરે કોર્ટમાં રહીમ મકરાણીને અમે જાણતા નથી તેવી લેખીત જાણ કરી હતી.
વધુમાં કોર્ટમાં અમે મોબાઇલ આપી દઇશુ તેવુ કહી કોલ ડીટેઇલ માટે રીમાંન્ડની જરૂર નથી તેવી દલીલ કરી હતી.આરોપી સંજય પંડીતે કોર્ટમાં જજ સમક્ષ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યુ કે પોલીસે ધરપકડનો ખોટો સમય દર્શાવી ગેરકાયદે રીતે કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર ધરપકડ કરીછે. એડી.ચિફ જ્યુડી.મેજિસ્ટ્રેટ મેહુલ પરમારે દલીલો બાદ રીમાંન્ડ નામંજુર કરતા બન્ને આરોપીઓ વકીલને જેલહવાલે કરાયા હતા.
વકીલોની ધરપકડનાં વિરોધમાં ગોંડલ બાર એસોસિએશને આવેદનપત્ર આપ્યું
રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ પંડીતની ધરપકડ કરાઇ હોય ગોંડલ બાર એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવતુ આવેદનપત્ર ગોંડલ પ્રાંત અધિકારીને અપાયુ હતુ.
જેમાં જણાવાયુ હતુ કે, રીબડા ગામનાં અમીત ખુંટ પર બળાત્કાર તથા પોકસો મુજબની ફરિયાદ કરવામાં આવેલ છે. અમને મળેલ માહીતી મુજબ દિનેશભાઈ પાતર તથા સંજયભાઇ પંડીતની સલાહ લઇ ફરિયાદ કરવામાં આવેલ તેવુ તેવુ જણાવાયુ છે.અમીત ખુંટે આપઘાત કરેલ જેથી આ બન્ને વકીલની આપઘાતના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. વકીલ માટે ક્લાયન્ટને માર્ગદર્શન આપવુ એ ગુનો નથી.પોલીસને વકીલ અને ક્લાયન્ટ વચ્ચેનાં કોઇપણ પ્રકારનાં શંદેશાવ્યવહાર વિશે માહીતી લેવાનો કોઇ અધિકાર નથી.વકીલ અને ક્લાયન્ટ વચ્ચેની વાતચીતના આધારે એડવોકેટને આવા ગંભીર ગુન્હામાં ફસાવવામાં આવ્યાછે. ગોંડલ બાર એસોસિએશનનાં સભ્ય દિનેશભાઈ પાતર તથા રાજકોટનાં બાર એસોસિએશનનાં સભ્ય સંજયભાઈ પંડીતને તેઓનાં ઘરેથી કોઇપણ જાતની જાણ કર્યા વગર ખુબજ ગંભીર પ્રકારના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.જેને કારણે વકીલની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયુ છે.અને સમગ્ર વકીલ સમુદાયની ખરાબ છબી ઉભી થઇ છે.કાયદા વિભાગ અને સરકારને જાણ કરો જેથી કોઇપણ એડવોકેટને તેના કામ અંગે પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં ફસાવી ના શકાય.તેવુ જણાવાયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech