રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ઉપરના ચુનારાવાડ ચોક પાસે આવેલ ભંગારના ધંધાર્થીઓ જાહેરમાં ગંદકી ફેલાવતા હોય ભંગારના ત્રણ ધંધાર્થીઓની દુકાનો સીલ કરાઇ હતી.વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર રોડ ઉપર ચુનારાવાડ ચોક પાસે (1) એ.આર.વુડન, (2) ઇન્ડિયા સ્ક્રેપ અને (3) ઇમરાનભાઈ મોટવાણી એકમ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ યુનિટના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.30-4-2024ના રોજ સ્થળ તપાસ કરતાં યુનિટની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી ઉપરોક્ત ત્રણેય એકમના સંચાલકોને નોટીસ આપીને ધી જીપીએમસી એક્ટ-1949ની કલમ-376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સરકારની નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન-ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech