રાજકોટ મહાપાલિકા તંત્રની વિવિધ શાખાઓના રોડ ઉપર દોડતા વાહનોની હાલત જોઇએ ત્યારે રાજકોટને સ્માર્ટ સિટી કહેવું કે કેમ ? તેવો સવાલ ઉઠા વિના રહે નહીં. પ્રજાના પૈસે ખરીદેલા નવા નકોર વાહનોની કન્ડિશન એકાદ બે વર્ષમાં જ સ્ક્રેપ જેવી શા માટે થઇ જાય છે ? તે બાબત ખરેખર તપાસનો વિષય છે. ઉચ્ચ અધિકારીઓ જો આ મામલે તપાસ કરે તો ફરજમાં બેદરકારી અથવા ઇરાદાપૂર્વક આવું કરાતું હોવાનું ભાંડ સામે આવે તેવી
શકયતા છે.
મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક, ફાયર બ્રિગેડ કમિટિ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ બ્રાન્ચ હેડ ઓફિસર સહિતના અધિકારીઓના વાહનો નવા નકોર અને ચોખ્ખા ચણાક હોય છે, આ વાહનોની નિયમિત સર્વિસ, મેઇન્ટેનન્સ થાય છે તેમજ અકસ્માતના કિસ્સામાં તુરતં રિપેરિંગ કરાવાય છે. પરંતુ લોકસેવા માટે જાહેર હિતના વપરાશમાં લેવાતા વાહનો જેમાં (૧) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચ હસ્તકના ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન માટેના ટીપરવાન (૨) એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ઢોર પકડ માટેના વાહનો અને જીપ (૩) દબાણ હટાવ બ્રાન્ચના વાહનો અને જીપ (૪) આરોગ્ય શાખાની જીપ સહિતના વાહનોની હાલત શહેર આબની હાલત ધૂળધાણી કરી નાખે તેવી છે છતાં તેની હાલત સુધારવા કોઇ પ્રયાસો થતા નથી ઉલટું વાહનો કઇ રીતે ઝડપથી ભંગાર હાલતમાં આવી જાય તે દિશામાં પ્રયાસો થતા હોય તેવું જણાય ! આવા વાહનોના કારણે શહેરની પ્રતિાને ઝાંખપ લાગે છે. મહાપાલિકા માટે તો એવું છે કે આબ હોય તો જાય ને ! શું મહાપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ પોતાના પૈસે ઘર માટે ખરીદેલા વાહનની આવી હાલત થવા દે ખરા? તો પછી પ્રજાના પૈસે પ્રજાકીય કામો માટે ખરીદાતા નવા વાહનોની આવી ભંગાર હાલત શા માટે ? તેવો સવાલ ૨૫ લાખ રાજકોટવાસીઓમાંથી ઉઠી રહ્યો છે
હેડલાઇટ, ટેલ લાઈટ, ઇન્ડિકેટર, નંબર પ્લેટ અને સાઈડ મિરર ગાયબ
જો કોઇ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વિના આરટીઓ અને ટ્રાફિક પોલીસ રાજકોટ મહાપાલિકાના વાહનોનું ચેકિંગ કરે તો ધડાધડ વાહનો ડિટેઇન થાય તેવી સ્થિતિ છે, કેટલાય વાહનોની હેડલાઇટસ તૂટેલી છે, કેટલાય વાહનોના સાઈડ મિરર ગાયબ છે તો અમુક વાહનોમાં નંબર પ્લેટ જ હોતી નથી અથવા હોય આગળ અને પાછળ તેમ બન્ને બાજુ નંબર પ્લેટ હોતી નથી. મ્યુનિ. વાહનોના પીયૂસી અને ઈન્સ્યુરન્સ વિગેરેનું પણ ચેકિંગ કરવું જરી છે. શહેરમાં સિટી બસ સહિતના મ્યુનિ.વાહનો અવારનવાર અકસ્માતો સર્જી રહ્યા છે.
ઓન કોન્ટ્રાકટ વિથ છખઈ લખવું પડે
રાજકોટ મહાપાલિકાની કુલ ૪૫થી વધુ બ્રાન્ચ–વિભાગમાં અનેક વાહનો કોન્ટ્રાકટ બેઝ ઉપર દોડી રહ્યા છે, ભાડેથી લેવાતા આ વાહનોનો ભૂતકાળમાં તોડ કરવા, સીન જમાવવા વિગેરેમાં ઉપયોગ થયાના મામલા સામે આવ્યા બાદ કોન્ટ્રાકટ બેઝના વાહનો ઉપર મોટા અક્ષરોમાં ઓન કોન્ટ્રાકટ વિથ આરએમસી લખવું ફરજિયાત બનાવાયું છે પરંતુ આ નિયમનું પણ પાલન થતું નથી.
નિષ્ક્રિયતા અને બેદરકારી જવાબદાર
રાજકોટ મહાપાલિકાના વાહનોનું મેન્ટેનન્સ સંભાળવાની જવાબદારી ફાયરબ્રિગેડ અને વર્કશોપ બ્રાન્ચ હસ્તકની છે. પદાધિકારીઓ, અધિકારીઓ અને ઇજનેરોના વાહનો મળી કુલ ૮૫ વાહનો ફાયરબ્રિગેડ હસ્તક આવે છે, યારે ટીપરવાન સહિતના જનસેવાના ઉપયોગમાં લેવાતા અન્ય તમામ વાહનો વર્કશોપ હેઠળ આવે છે. આ બન્ને બ્રાન્ચની ભયંકર નિષ્ક્રિયતાના કારણે વાહનોની દુર્દશા થઇ રહી છે. ફાયર બ્રિગેડ હસ્તકના ૮૫ વાહન ઉપરાંત મહાપાલિકા પાસે માલિકીના અને કોન્ટ્રાકટના કુલ ૧૦૦૦થી વધુ વાહનો છે તે તમામની ફિટનેસનું ચેક અપ કરવું જરી છે.
વાહન ઉપર લોગો મુકવો–આરએમસી લખવું ફરજિયાત
રાજકોટ મહાપાલિકાની માલિકીના દરેક વાહન ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન અથવા શોર્ટ ફોર્મમાં આરએમસી લખવું તેમજ લોગો મુકવો મ્યુનિ.કમિશનરના પરિપત્રિત આદેશથી ફરજિયાત છે તેમ છતાં અનેક વાહનો ઉપર આ પ્રકારનું લખાણ હોતું નથી કે લોગો મુકયો હોતો નથી. ટૂંકમાં કોઇ પણ સ્થળેથી વાહન પસાર થાય કે સ્થળ મુલાકાતે જવાનું થાય ત્યારે વાહન જોતા નાગરિકોને ખ્યાલ આવવો જોઇએ કે વાહન મહાપાલિકાનું છે. નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઈચ્છે તો આ દિશામાં કાર્યવાહી કરાવી શકે છે અને જો કાર્યવાહી કરાવશે તે બાબત લોકોમાં આવકાર્ય બની રહેશે
રોજિંદો સીન
શહેરમાં ઘરે–ઘરેથી કચરાના એકત્રિકરણ માટે જતાં ટિપરવાનમાં કોથળા ટિંગાડવાનું હવે રોજિંદુ બની ગયું છે. શહેરીજનોને તો કોથળા સાથેના ટિપરવાન નિહાળી હવે કોઈ આર્ય થતું નથી. પરંતુ પહેલી વખત રાજકોટની મુલાકાતે આવ્યા હોય તેવા ફસ્ર્ટ વિઝિટર્સ માટે આ કોથળા ટિંગાડેલા ટિપરવાન ફસ્ર્ટ ઈમ્પ્રેસન બની જાય છે.રાજકોટ મહાપાલિકાની માલિકીના દરેક વાહન ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન અથવા શોર્ટ ફોર્મમાં આરએમસી લખવું તેમજ લોગો મુકવો મ્યુનિ.કમિશનરના પરિપત્રિત આદેશથી ફરજિયાત છે તેમ છતાં અનેક વાહનો ઉપર આ પ્રકારનું લખાણ હોતું નથી કે લોગો મુકયો હોતો નથી. ટૂંકમાં કોઇ પણ સ્થળેથી વાહન પસાર થાય કે સ્થળ મુલાકાતે જવાનું થાય ત્યારે વાહન જોતા નાગરિકોને ખ્યાલ આવવો જોઇએ કે વાહન મહાપાલિકાનું છે. નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઈચ્છે તો આ દિશામાં કાર્યવાહી કરાવી શકે છે અને જો કાર્યવાહી કરાવશે તે બાબત લોકોમાં આવકાર્ય બની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech