શહેરના એસ્ટ્રોન ચોક પાસેના વિસ્તારનો ગઈકાલે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એકટિવા પર સવાર યુવક-યુવતીનો સ્કોર્પિયોચાલક પીછો કરી રહ્યા હોવાનું આ વીડિયોમાં નજરે પડ્યું હતું. વાયરલ થયેલા વીડિયોને લઈ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી સ્કોર્પિયોચાલક ખીરસરાના શખસને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં સ્કોર્પિયોની પાછળ સ્કૂટર હોય સ્કૂટર ચાલકે હોર્ન મારતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં સ્કોર્પિયો ચાલકે આ સ્કૂટરનો પીછો કર્યો હતો. જોકે આ ઘટના અંગે યુવતી દ્વારા ફરિયાદ નોંધાવાનું ટાળ્યું છે. પરંતુ પોલીસે સ્કોર્પિયોચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધી તેવુ જાણવા મળ્યું છે.
યુવતીએ આ ઘટના પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી
ગઇકાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં સ્કુટર પર સવાર યુવક-યુવતીનો સ્કોર્પિયોચાલક એસ્ટ્રોન ચોકથી એસ્ટ્રોન ચોક નાલા સુધી પીછો કરી વાહન આડું નાખી સ્કુટર રોકવાની કોશિશ કરી હતી. યુવતીએ આ ઘટના પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી. જે વીડિયો સામે આવ્યા બાદ વિડિયોમાં એક કાળા કલરની સ્કોર્પિયો કાર એકટિવાનો પીછો કરી રહી હોય તેવું દ્રશ્યમાન થયું હતું.
બે લોકોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા
કારચાલકે પૂરપાટ પોતાની કાર ચલાવી અમીન માર્ગની એક સોસાયટીમાં એકટીવાને આંતરી પણ હતી.જોકે એકટીવા ચાલકે પોતાની વાહન પરત ફેરવી લઈ ત્યાંથી જતા રહ્યા હોય તેવું પણ વીડિયોમાં દેખાયું હતું.જે મામલે એ ડિવિઝન પોલીસે તુરંત જ તપાસ કરતા કાર રાજકોટની ભાગોળે આવેલ ખીરસરા ગામના એક મહિલાના નામની હોવાનું સ્પષ્ટ થયું હતું જે બાબતે પોલીસે તપાસ કરતા તે કાર મહિલાનો પુત્ર ચલાવતો હતો જેથી કારચાલક સહિત બે લોકોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.
હોર્ન મારવાનું શરૂ કરતાં સ્કોર્પિયોચાલક ઉશ્કેરાયો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સ્કોર્પિયોચાલક એસ્ટ્રોન ચોક નજીકથી પસાર થતા હતા ત્યારે તેની આગળ એક વૃદ્ધ બાઈક લઇ જતા હતા જેથી તેને ગાડી ધીમી રખાવી દીધી હતી અને તે સમયે પાછળથી એક્ટીવાચાલક આવી ગયો હતો અને તેને હોર્ન મારવાનું શરૂ કરતાં સ્કોર્પિયોચાલક ઉશ્કેરાયો હતો.
કાર ચાલક વધુ ભડક્યો
બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ સ્કોર્પિયોચાલકે એક્ટિવાનો પીછો કરવાનું શરૂ કરતાં એકટીવા ચાલક ત્યાંથી ભાગવાનું શરૂ કર્યું હતું અને તેની પાછળ બેસેલ યુવતીએ વિડીયો ઉતારવાનું શરૂ કરતા કાર ચાલક વધુ ભડકયા હતાં.જે મામલે યુવતી દ્વારા હાલ કોઈ ફરીયાદ આપવામાં ન આવતાં એ ડિવિઝન પોલીસની ટીમે સ્કોર્પિયોચાલક સામે કાર બેદરકારીથી ચલાવવા બાબતે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech