ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા રાયભરમાં વરસાદની ગેરહાજરી રહેવા પામી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર્ર કચ્છમાં પાણીનું એક ટીપું પણ પડું નથી. વરસાદના અભાવે ગરમીનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે. બુધવારે સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન રાજકોટમાં ૩૬.૧ ડિગ્રી નોંધાયું છે.
સૌરાષ્ટ્ર્રના અન્ય સેન્ટરોની વાત કરીએ તો ભાવનગરમાં ૩૫.૩ ભુજમાં ૩૫.૫ સુરેન્દ્રનગરમાં ૩૪.૫ ડિગ્રી મહત્તમ તાપમાન બુધવારે નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી થોડા દિવસમાં વરસાદ માટેની કોઈ શકયતા નથી. છૂટા છવાયા ઝાપટા ચાલુ રહેશે. પરંતુ મોનસુન સિસ્ટમ એકિટવેટ ન હોવાના કારણે ગુજરાત સહિત દેશના મોટાભાગના રાયોમાં વરસાદ ગાયબ થઈ ગયો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર્રમાં અત્યારે સરેરાશ કરતા એક થી ત્રણ ડિગ્રી વધુ તાપમાન છે. સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન તામિલનાડુના મદુરાઈમાં ૪૦.૩ ડિગ્રી નોંધાયું છે. ૨૪ કલાક દરમિયાન રાયના માત્ર ૧૮ તાલુકામાં સામાન્ય ઝાપટાથી દોઢ ઈંચ વરસાદ થયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઈચ વરસાદ થયો છે. તે સિવાય રાયમાં કયાંય પૂરો એક ઈચ પણ વરસાદ થયો નથી. મહીસાગર ઉપરાંત નવસારી અરવલ્લી નર્મદા સુરત અને વડોદરા જિલ્લામાં સામાન્ય ઝાપટા પડા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે મધ્યપ્રદેશમાં લો પ્રેસર છવાયું છે અને આ સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની શકયતા છે. પંજાબમાં સાયકલોનિક સકર્યુલેશન છે પરંતુ તેના કારણે ભારે વરસાદની શકયતા ઓછી છે. છૂટા છવાયા જાપટા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech