જામનગરમાં કાળઝાળ ગરમી : તાપમાન 40 ડીગ્રી નજીક પહોંચતા લોકો ત્રાહીમામ

  • May 29, 2021 01:20 PM 

બપોરના 11 થી 5 દરમ્યાન આકાશમાંથી અગનગોળા વરસ્યા : ગામડાના જનજીવન ઉપર ભારે અસર: આજ સવારથી કેટલાક વિસ્તારોમાં વિજકાપ : આગામી દિવસોમાં વધુ ગરમી પડે તેવી શકયતા

જામનગર સહિત સમગ્ર હાલારમાં કાળઝાળ ગરમીએ લોકોને હેરાન પરેશાન કરી દીધા છે, છેલ્લા ત્રણેક દિવસથી તાપમાન ધીરે ધીરે વધતુ જાય છે આજે 40 ડીગ્રી નજીક તાપમાન પહોંચી જતા લોકો ગરમીથી ઉકળાઇ ઉઠયા હતા, એક તરફ કોરોના ઘટયો અને ગરમી વધી, લોકો તો પરેશાન થઇ રહયા છે, આજ સવારથી પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીના પગલે કેટલાક વિસ્તારોમાં શટડાઉન કરી દેવાતા લોકો પણ ભારે ત્રાહીમામ પોકારી ગયા છે. આગામી દિવસોમાં વધુ કાળઝાળ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે.

ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 39.5 ડીગ્રી, ઓછામાં ઓછુ 28 ડીગ્રી, હવામા ભેજ 68 ટકા અને પવનની ગતી 35 થી 40 કીમી રહી હતી. હાલારમાં ગરમીમા વધારો, ધટાડો થઇ રહયો છે, અઠવાડીયાથી ગરમીથી લોકો તોબા પોકરી ગયા છે, અકળાઇ રહયા છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ વધી રહયું છે. ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા.

ગઇકાલે આખો દિવસ સૂર્યદેવતાનો આકરો પ્રકોપ જોવા મળ્યો હતો, આકાશમાંથી જાણે કે અંગારા વરસ્યા હોય તેવું લાગ્યુ હતું અને સતત પાણીનો સોસ પડતો હોવાનું પણ જણાયુ હતું, લોકો તરસ છીપાવવા માટે આમ તેમ ભટકતા હતા, ગામડાઓમાં પણ પીવાના પાણીની ભારે મુશ્કેલી રહી હતી.

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગરમીના માહોલથી ખરીદી ઉપર પણ અસર પડી છે, વાવાઝોડાની અસર બાદ છેલ્લા અઠવાડીયાથી ગરમીનો માહોલ વધી રહયો છે, ખાસ કરીને હવામાં ભેજ ખુબ જ વઘ્યો છે જેને કારણે લોકો બફારો અનુભવી રહયા છે.

આજ સવારથી જ જામનગરના કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વિજકાપ લાદી દેવાતા લોકો ભારે અકળાઇ ઉઠયા હતા, હજુ તો બપોર બાદ વધુ ગરમી પડે તેવી શકયતા છે ત્યારે હવે પ્રિ-મોન્સુનની કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે. તેમા ઝડપ દાખવે તો લોકોની પરેશાની ઘટી શકે.

ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા વધારો થયો હતો. બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકો પણ ગરમીથી તોબા પોકારી ગયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS