ગુજરાત સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડની રજાના કેલેન્ડરમાં ધૂળેટીની રજાને લઈને અસમંજસ ની નિમર્ણિ થઈ હતી જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સરકારી કેલેન્ડર અનુસાર 15 માર્ચના બદલે હવે શાળામાં ચૌદમી માર્ચે રજા રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા 15 માર્ચના રોજ આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા જાહે2 કરેલી રજાઓની યાદીમાં ધુળેટીની રજા 14 માર્ચના રોજ નક્કી કરવામાં આવતા બોર્ડ દ્વારા રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યની સ્કૂલોમાં ધુળેટીના તહેવારને લઈને 15 માર્ચના બદલે 14 માર્ચના રોજ રજા રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દરવર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે, ક્યારે પરીક્ષા શરૂ થશે અને કયા દિવસોમાં રજા રહેશે તે અંગેની તમામ માહિતી દશર્વિેલી હોય છે. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્ય સરકારે 14 માર્ચે રજા આપી હોવાથી બોર્ડ દ્વારા પણ તે જ દિવસે રજા અપાઈ.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર મુજબ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કુલ 80 રજાઓમાં 18 જાહેર રજાઓ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech