કુંદણી ગામની સરકારી શાળાના વિધાર્થીઓ માતાજીના મઢમાં અભ્યાસ કરવા મજબૂર

  • December 11, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના કુંદણી ગામે આવેલ કુંદણી સરકારી પ્રાથમિક શાળાના અંદાજીત ૧૨૦ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે,પરંતુ શાળાના મકાન સંપૂર્ણ રીતે જર્જરિત છે, શાળામાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવો બોર્ડ પણ મારેલ જોવા મળે છે,દીવાલો તૂટી જવી, જોવા જઈ તો અહીં અભ્યાસ કરતા ૧૨૦ જેટલા વિધાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરવા જઈ રહ્યા છે, અને તત્રં દ્રારા કોઈ પગલાં લેવામાં આવતા નથી,સાથે જ ગ્રામજનો દ્રારા પણ અનેક વખત શાળા જર્જરિત હોવાથી નવી શાળા બનાવવા રજુઆત કરી છે પરંતુ આજદિન સુધી નવી શાળા બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા ૬ મહિના થયા વિધાર્થીઓ બાજુમાં આવેલ માતાજીના મઢમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે શાળા નવી બને તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, શુ આવી રીતે ભણીને કેવી રીતે આગળ વધી શકે ગુજરાત, સરકાર માત્ર વાતો નહિ કરીને વિધાર્થીઓને મજબૂત અને એક સુંદર વાતવરણ સાથેની શાળા આપે તે વિધાર્થીઓ અને ગુજરાતના ભવિષ્ય માટે સાંરૂ છે

જિલ્લામાંથી મંજૂરી મળ્યે કામ શરૂ થશે: તાલુકા શિક્ષણ અધિકારી
આ બાબતે જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશ જોઠણીયાએ જણાવ્યું હતું કે, શાળાની જર્જરિત હોવાથી બાળકોને અન્ય જગ્યાએ બેસાડી રહ્યા છીએ, શાળા સાથે સંપૂર્ણ ઓરડા જર્જરિત હોવાથી બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે શાળા જર્જરિત હોવાથી પંચાયત તરફથી જમીનની ફાળવણી કરાઈ છે, પરંતુ જિલ્લ ામાં મંજૂરી માટે મોકલ્યું છે અને મંજૂરી મળ્યે તાત્કાલિક ધોરણે નવી શાળાનું કામ શ કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application