સુપ્રીમ કોર્ટે કન્યા શિક્ષણ પર ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે સેનિટરી નેપકિન અને અલગ શૌચાલયના અભાવે છોકરીઓ શિક્ષણથી વંચિત ન રહે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં તેના નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ્ર કયુ હતું કે જો કોઈ શાળા આ મૂળભૂત સુવિધાઓ (પાણી, સાબુ, શૌચાલય અને પેડ) પૂરી પાડવામાં નિષ્ફળ જાય, તો તેની માન્યતા રદ થઇ જશે.આ ટિપ્પણી કેન્દ્ર સરકારના ૩૦ જાન્યુઆરીના નિર્ણયને અનુસરે છે, જેમાં અધિકારીઓને શાળામાં મફત સેનિટરી નેપકિન અને વિધાર્થીનીઓને કાર્યરત, અલગ શૌચાલય પૂરા પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ, તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ દિશામાં પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે, આપણે નિર્ણય લઈએ. આ દેશની મહિલાઓ અને છોકરીઓના શ્રે હિતમાં છે.છોકરીઓને ફકત આ કારણોસર શિક્ષણ છોડીને ઘરે રહેવા અને ઘરકામ કરવા માટે દબાણ ન કરવું જોઈએ. બેન્ચે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેને કહ્યું, હવે આનો સંપૂર્ણ લાભ લેવાનું અને શકય હોય ત્યાં સુધી દરેકને અમારા નિર્ણયનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનું તમારા પર નિર્ભર છે. જો શાળાઓમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય તો તેમની માન્યતા રદ થઈ શકે છે. ૩૦ જાન્યુઆરીના રોજ આપેલા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કન્યાઓને મફત ઓકસો–બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન પૂરા પાડવા અને શાળાઓમાં તમામ વિધાર્થીઓ માટે કાર્યાત્મક, લિંગ–વિભાજિત શૌચાલય સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
યોગ્ય સ્વચ્છતા અને તેમના પેડ બદલવા માટે સલામત સ્થળના અભાવને કારણે છોકરીઓ માસિક દરમિયાન શાળાએ જવાનું બધં કરી દે છે. માસિક ાવ સાથે સંકળાયેલા તણાવ અને શરમ, તેમજ મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે મોટી સંખ્યામાં છોકરીઓ આખરે શાળા છોડી દે છે. વારંવાર વર્ગેા ગેરહાજર રહેવાથી છોકરીઓનું શૈક્ષણિક પ્રદર્શન અને આત્મવિશ્વાસ ઓછો થાય છે. દરમિયાન, ઘણી શાળાઓએ હવે છોકરીઓ માટે પેડ પૂરા પાડા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application