શહેરના હેમુ ગઢવી હોલ પાસે શાળા સંચાલકે પાર્ક કરેલા ઈ–સ્કૂટરની ડેકીમાંથી કોઈ શખસે પિયા ૪૫૦૦૦ નો મોબાઈલ ચોરી લીધો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ શાળા સંચાલક બહાર આવતા તેમનો મોબાઇલ ચોરી થઈ ગયાનું માલુમ પડું હતું બાદમાં તેમણે સીસીટીવી ફટેજ ચકાસતા બે શખસો અહીં વાહનની ડેકીમાં ખાખાખોળા કરતા હોવાનું નજરે પડું હતું. આ ફટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના પર્ણકુટી સોસાયટીમાં શિવભૂમિ સોસાયટી શેરી નંબર ૩ માં રહેતા અને સર્વેાદય નામની સ્કૂલના સંચાલક અક્ષયકુમાર ભરતભાઈ ગાજીપરા (ઉ.વ ૨૯) દ્રારા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શાળા સંચાલકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૨૬૧૨ ના રાત્રીના ૮:૩૦ વાગ્યા આસપાસ તેઓ હેમુ ગઢવી હોલ ખાતે સ્કૂલનું ફંકશન હોય જેથી અહીં આવ્યા હતા અને પોતાનું ઓલા ઈલેકટ્રીક મોટર સાયકલ હેમુ ગઢવી હોલની બહાર શેરીમાં પાર્ક કયુ હતું. અક્ષયભાઇ પાસે બે મોબાઈલ હોય જે પૈકી એક મોબાઈલ પોતાની સાથે રાખ્યો હતો અને અન્ય મોબાઇલ સ્કુટરની ડેકીમાં રાખ્યો હતો.
ફંકશન પૂ થયા બાદ રાત્રે ૯:૩૦ વાગ્યે આસપાસ તેઓ બહાર આવતા પોતાના સ્કૂટરની ડેકી જોતા તેમાં રાખેલ વન પ્લસનો . ૩૫૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન જોવા મળ્યો ન હતો જેથી આ બાબતે તેમણે પ્રથમ પોતાની રીતે તપાસ કરી હતી બાદમાં આસપાસના સીસીટીવી ફટેજ ચકાસતા અહીં બે શખસો સ્કૂટરની ડેકીમાં હાથ ફેરો કરતા હોવાનું નજરે પડું હતું. ત્યારબાદ તેમણે આ અંગે અરજી કર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે સીસીટીવી ફટેજના આધારે શાળા સંચાલકનો મોબાઈલ ચોરી જનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech