દ્વારકા પંથકમાં દરિયાઇ શંખ-ઇન્દ્રજાળ વેંચવાનું કૌભાંડ

  • August 25, 2021 09:59 AM 

મીઠાપુરમાં મરીન-રેન્જ ફોરેસ્ટ ટીમનો દરોડોઃ એક શખ્સની અટકાયતઃ આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મંગાશે: ગેરકાયદે સંગ્રહિત 218  કિલો શંખ અને 122 સી-ફેન કબજે લેવાયાઃ પ્રાથમિક તબક્કે અનઅધિકૃત વેપલો ખૂલતા સઘન તપાસ

દેવભૂમિ દ્વારકા પંથકમાં દરીયાઇ જીવસૃષ્ટીના શંખ અને સીફેનના ગેરકાયદે સંગ્રહ અને વેંચાણ મામલે મરીન વિભાગની સ્પેશ્યલ ટીમે મીઠાપુરમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 218 કિલો જેટલા પ્રતિબંધિત શંખોના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીઘો હતો જેની પ્રાથમિક પુછપરછમાં વધુ 122 નંગ સીફેન (ઇન્દ્રજાળ) મળી આવ્યા હતા જે કબજે કરીને મરીન નેશનલ ટીમે તેની અટક કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દ્વારકા પંથકમાં મરીન નેશનલ પાર્કના વિસ્તારમાં દરીયાઇ જીવસૃષ્ટીના શંખોના ગેરકાયદે સંગ્રહ અને વેપલા મામલે બાતમીના આધારે મુખ્ય વન સંરક્ષક અને નાયબ વન સંરક્ષક-જામનગરના માર્ગદર્શન હેઠળ મદદનીશ વનસંરક્ષણ એન.એન.જોશીના નેતૃત્વ હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.જે.વાંદા સહિતની મરીન વિભાગની અલગ અલગ સ્પેશ્યલ ટીમ બનાવીને શંકાસ્પદ હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. જે વેળાએ મરીન ટીમે મીઠાપુરમાં ટાટા કંપનીના બાબલા કવાર્ટર્સ વિસ્તારમાં રહેતા વિજય લખમણભાઇ પરમારના રહેણાંક પર ઝડતી હાથ ધરી હતી.

જે વેળાએ અંદરથી દરીયાઇ જીવસૃષ્ટીના ગેરકાયદે સંગ્રહ કરાયેલા 218 કિલો શંખ મળી આવ્યા હતા.આથી મરીન નેશનલની ટીમે તેની પુછપરછ હાથ ધરી હતી જે દરમિયાન વધુ એક સ્થળેથી પણ 122 નંગ સી ફેન(ઇન્દ્ર જાળ) મળી આવ્યા હતા.ગેરકાયદે સંગ્રહિત ઉકત જથ્થો વન વિભાગે કબજે કરી તેની અટકાયત કરી હતી જેને સંભવત બુધવારે ઓખા કોર્ટમાં રજુ કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS