શહેરના કાલાવડ રોડ પર સિલેનિયમ હેરીટેજ બ્લોકમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર દેવ ફોરેકસ નામે વેપાર ધરાવતા વિશાલભાઈ મહેન્દ્રકુમાર રાયચૂરાના સંયુકત માલિકીના કિંમતી પ્લોટનું બોગસ વીલ ઉભું કરી ત્રિપુટીએ પ્લોટ પચાવી પાડવા માટે કૌંભાડ આચર્યાની પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વેપારી વિશાલભાઈએ નોંધાવેલી ફરિયાદમાં નાનામવા પાસેના જય ભીમનગર–૯માં રહેતા ગોપાલ જયંતીભાઈ મંડલીએ પોતાના નામનું બોગસ વીલ ઉભુ કયુ હતું. આ વીલમાં જામનગર રોડ એસઆરપી ગ્રુપ–૧૩ બ્લોક નં.૫૬માં રહેતા અમીન ઈશાકભાઈ બ્લોચ, જામનગર રોડના પુજા પાર્ક બ્લોક નં.૫૪માં રહેતા મનોજ રમણીકલાલ પરમારે સાક્ષી તરીકે સહીઓ કરી છે. ફરિયાદના આધારે ત્રિપુટી વિરૂધ્ધ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો છે.
ફરિયાદની વધુ વિગતો મુજબ વિશાલભાઈએ તેમના લંડન નિવાસી માસા સુનિલભાઈ નટવરલાલ પુજારા (હાલ ૪૦૧ રોયલ ઓર્ચિડ ગીત ગુર્જરી સોસાયટી એરપોર્ટ રોડ રાજકોટ) તથા અમદાવાદ નિવાસી ફૈબા હિરલબેન મયુરભાઈ ભટ્ટની સંયુકત માલિકી સાથે રેલનગર તરફ રાજકોટ સિટી રેવન્યુ સર્વે નં.૬૦૫માં ૪૪૪ વારનો પ્લોટ ૪–૩–૨૦૨૦ના રોજ બ્રોકર હરિશભાઈ સવજીભાઈ સાંચેલા મારફતે ખરીદ કર્યેા હતો. પ્રોપટી કાર્ડ પણ મેળવી લીધું હતું. પાંચેક માસ પહેલા એસ્ટેટ બ્રોકર હરિશભાઈએ વિશાલભાઈને ફોન કર્યેા કે તમારે પ્લોટ વેચવાનો છે માર્કેટમાં ફરે છે. વાત સાંભળીને વિશાલભાઈ ચોંકી ઉઠયા હતા. વેચવા નીકળેલી ત્રિપુટીએ તૈયાર કરેલા ડોકયુમેન્ટ હાથવગા કર્યા હતા.
આ ડોકયુમેન્ટમાં ગોપાલ મંડલી નામના ઈસમને સાગરીતો સાથે મળી એડવોકેટ નોટરી એ.કે.ટોલિયાની હાજરીમાં સૌથી જૂના પ્લોટ માલિક નિર્મળાબહેન મનસુખભાઈ દેસાઈનું તા.૨૦–૧–૨૦૧૦નું બોગસ વીલ ઉભુ કર્યુ હતું અને પ્લોટ નં.૪૪ તથા ૮૬ની કુલ ૯૨૪ વાર જમીનનું નકલી વીલ કોર્ટમાં રજૂ કરી પ્રોબેટ મેળવી લઈને જે આધારે પ્લોટ વેચવા નીકળ્યા હતા. સમગ્ર કારસ્તાન અંગે વિશાલભાઈએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ (અરજી) આપી હતી અને કોર્ટમાં દાવો દાખલ કર્યેા હતો. અરજીની તપાસ બાદ પ્ર.નગર પીએસઆઈ બી.કે.ગોહિલ દ્રારા ત્રિપુટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વૃધ્ધા ૨૦૦૭માં મૃત્યુ પામ્યા હતા અને ૨૦૧૦માં જીવીત, નિ:સંતાન બતાવ્યા
જમીન કૌભાંડમાં ત્રિપુટીએ ૨૦૧૦માં વૃધ્ધા નિર્મળાબેન દેસાઈના નામનું વીલ ઉભુ કયુ હતું. વીલમાં ગોપાલે વૃધ્ધા નિ:સંતાન હોવાથી તેમની સેવા ચાકરી, સારવાર કરી માટે નિર્મળાબેને પ્લોટ ગીફટ (વીલ) કરી આપ્યાનું નોટરાઈઝ લખાણ કયુ હતું. જો કે, નિર્મળબેનનું અવસાન ૨૦૦૭માં થયું હતું અને તેઓને સંતાનમાં બે પુત્ર તથા ત્રણ પુત્રીઓ પણ છે. નિર્મળાબેન તો પ્લોટ પાવર ઓફ એટર્ની કુટુંબી અશ્ર્વિનભાઈ મહેતાના નામે કરી આપી હતી ત્યારબાદ આ પ્લોટ ઉત્તરોત્તર ચાર વ્યકિતને વેચાયો હતો. છેલ્લ ે કુંવરજીભાઈ ભવાનભાઈ ભીમાણી પાસેથી વિશાલભાઈએ સંયુકત માલિકીમાં ખરીદ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech