\
રાજકોટ શહેરમાં વાહનધારકો પાસેથી કિંમતી વાહનો ખરીદ કરી અર્ધુ પેમેન્ટ ચુકવી વિશ્ર્વાસમાં લઈ વાહનનો કબજો તથા ડોકયુમેન્ટસ મેળવી લઈ મુળ માલીકના બોગસ આધારકાર્ડ, ડોકયુમેન્ટસ બનાવીને વાહનો અન્યોને બારોબાર વેચી દેવાના કૌભાંડની ભેજાબાજ ઈસમો સામે બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડની પોલીસે તજવીજ હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં બીલીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા બાંધકામના ધંધાર્થી સંજય રમણીકભાઈ કણજારાને પોતાની જીજે૦૩ એચકે ૩૪૪૩ નંબરની હોન્ડા સિટી કાર વેચવી હતી. જેથી તેણે મિત્ર ભાવેશ હરેશભાઈ પીઠડીયાને વાત કરી હતી. ભાવેશે તા.૨૩૩૨૪ના રોજ ફોન કરી મિત્ર ભરત દેવાભાઈ કુછડીયા (રહે. કાલાવડ રોડ મોટામૌવા સ્મશાન પાસે પ્રગતિ સ્કૂલ પાસે)ને કાર લેવી છે તેમ કહી બોલાવ્યો હતો.
કાર જોઈને છ લાખમાં સોદો કર્યેા હતો અને ભરતે ૩ લાખ કેસ આપી મિત્ર ભાવેશ મારફતે વિશ્ર્વાસ કેળવી અન્ય રકમ બે માસ પછી આપશેના વાયદા સાથે ભરતે પત્ની મમતારાજ કેશવાલાના નામે ચેક સિકયુરીટી પેટે આપ્યો હતો. વિશ્ર્વાસે સંજયે ભરતને અસલ આરસી બુક, બેંકલોન ચુકતેના ડોકયુમેન્ટ આપી દીધા હતા. કાર વેચાણ કરાર બીજે દિવસે કરવાની ભરતે વાત કરી હતી. બીજા દિવસે તા.૨૪ના રોજ સંજયે વેચાણ કરારની વાત કરતા વાયદા કર્યે રાખ્યા હતા.
એક માસ પછી સંજયને આરટીઓ એપ મારફતે જાણવા મળ્યું હતું કે, પોતાની કાર કેશોદના રાજેશ નરશીભાઈ કોથડીયાના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે. જેથી આરટીઓમાં આરટીઆઈ મારફતે માહિતી મેળવતા સંજયનું નકલી આધારકાર્ડ બનાવી સંજયનું નામ સરનામું એજ પરંતુ ફોટો અન્યનો મુકી આધારકાર્ડ ટીટીઓ ફોર્મમાં નકલી સહી કરી કાર વેચી દીધેલી છે. ભરત ત્યાર બાદ સંપર્ક વિહોણો બની ગયો હતો. અંતે સંજયે ભરત દેવાભાઈ કુછડીયા સામે ગઈકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
અન્ય એક બનાવમાં માલધારી સોસાયટીમાં રહેતા સુરજ રસિકભાઈ ડાંગરની માલીકીના ૧૦ વ્હીલના ટ્રકનો ભરત દેવાભાઈ કુછડીયાને તાલાલાના ગુંદરણ ગામના લખન કાનજીભાઈ નાધેરાએ ટ્રકનો સોદો કર્યેા હતો. જેમાં ટ્રકની ૧૧,૧૭,૯૨૦ રૂપિયાની ટ્રકની બાકી લોન બન્નેએ ભરવાની હતી તેવું લખાણ થયું હતું. બન્નેએ ટ્રકની લોન ભરપાઈ કરી ન હતી.
ટ્રક બારોબાર રાજકોટમાં દુધસાગર રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા વસીમ ઉર્ફે બચ્ચો બસીરભાઈ સમાને વેચી દીધો હતો. છેતરાયેલા ટ્રક ધારક સુરજ ડાંગરે પોલીસમાં અરજી કરી હતી. તા.૮૨૨૪ના રોજ ટ્રકનો સોદો કર્યા બાદ ન્હોતી ટ્રકની લોન ભરી કે ન ટ્રક આપ્યો. પોલીસે અરજીના આધારે તપાસ કરી બી–ડીવીઝન પોલીસ મથકમાં ત્રિપુટી ભરત તેના સાગરીત સાથે રહેતા ગુંદરણના લખન અને ટ્રક જેને વેચ્યો તે રાજકોટના વસીમ સામે ગુનો નોંધ્યો હતો.
વાહનોના સોદા કરી થોડું પેમેન્ટ ચુકવી વિશ્ર્વાસે ડોકયુમેન્ટ મેળવી લઈને આવા વાહનો બોગસ ડોકયુમેન્ટ બનાવીને બારોબાર વેચી દેવાની બે ફરિયાદમાં આરોપી ભેજાબાજ ભરત સહિતની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે અને વધુ વાહન કૌભાંડ ખુલવાની પોલીસે આશંકા સેવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech