રૂપિયા ડબલ કરવાની સ્કીમના નામે કૌભાંડ: અનેક છેતરાયા

  • May 21, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોભામણી અને લલચામણી સ્કીમો મૂકી નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યાના અગાઉ અનેક બનાવ બની ચૂકયા છે. ત્યારે વધુ એક આવું કૌભાંડ સામે આવ્યું છે. લલુળી વોંકળી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ દ્રારા જે.પી. ગ્રુપ આયોજિત ડબલ ધમાકા ઓફરના નામે .૧૦,૦૦૦ ના રોકાણ પર .૨૦,૦૦૦ ની લાલચ આપી અને સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે હાલ ગેરેજ સંચાલક દ્રારા પોતાની સાથે પિયા ૧.૧૯ લાખની છેતરપિંડી થઈ હોવા અંગેની ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે યારે અન્ય ભોગબનનાર પણ ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ નોંધાવે તેવું જાણવા મળી રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ, માધાપર ચોકડી પાસે કૃષ્ણનગર શેરી નંબર ૪ માં રહેતા ગેરેજ સંચાલક રસિકભાઈ બચુભાઈ હાલારી(ઉ.વ ૫૧) દ્રારા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામદેવ મંદિરની બાજુમાં રહેતા નિલેશ પાટડીયાનું નામ આપ્યું છે.
ગેરેજ સંચાલકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી નિલેશ પાટડીયા પ્રજાપતિ સમાજનો પૂર્વ પ્રમુખ હોય અને ફરિયાદી પોતે પણ પ્રજાપતિ હોય જેથી સમાજના કાર્યક્રમોમાં તેની સાથે મુલાકાત થઈ હતી. દરમિયાન આરોપી અલગ– અલગ નાણાકીય સ્કીમ ચલાવતો હોય તેણે જે.પી. ગ્રુપ આયોજિત ડબલ ધમાકા ઓફરના નામે પિયા ડબલ કરવાની સ્કીમ શ કરી હતી. આ ડબલ ધમાકા ઓફરમાં ૧૦,૦૦૦ નું રોકાણ કરવાથી પિયા ૨૦,૦૦૦ મળશે તેવો આરોપીએ વિશ્વાસ અપાવ્યો હતો. જેથી ફરિયાદીએ આ સ્કીમ માટે .૧૦,૦૦૦ ની કુલ ૧૩ ટિકિટો લીધી હતી. જેના પિયા ૧.૩૦ લાખ આરોપીને ચૂકવી આપ્યા હતા.

બાદમાં પિયા ડબલ થવાની મુદતે ફરિયાદીને પૈસા મળ્યા ન હતા. મુદ્દત ચાલ્યા ગયા બાદ પણ ફરિયાદીને પૈસા ન મળતા તેણે આ બાબતે કહેતા આરોપીએ માત્ર પિયા ૧૦,૫૦૦ ચૂકવ્યા હોય તે સિવાય બાકી રહેતી રકમ પિયા એક કલાક ૧,૧૯,૫૦૦ હજુ સુધી ચૂકવી ન હોય અંતે ફરિયાદી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, જે.પી. ગ્રુપ આયોજિત ડબલ ધમાકા ઓફરમાં અન્ય પણ કેટલાક રોકાણકારોના પૈસા ફસાયા હોવાનું માલુમ પડું છે અંદાજિત ૬૦ જેટલા લોકોએ આ સ્કીમમાં નાણા રોકયા હોવાનું માલુમ પડું છે જેઓ પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આગામી સમયમાં તેમના દ્રારા પણ નિલેશ પાટડીયા વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે ગેરેજ સંચાલકની ફરિયાદ પરથી આરોપી સામે આઈપીસીની કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.જે. લાઠીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application