આતુરતાનો અંત: આવી રહી છે , સ્કેમ 2010

  • May 17, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્કેમના બાદશાહ હંસલ મહેતા સુબ્રતો રોય પર બનાવશે પાર્ટ 3

વેબ સીરીઝના ચાહકોની આતુરતાનો અંત આવી રહ્યો છે. જેમને સ્કેમ સીરીઝના પાર્ટ જોયા છે તેઓ નવી સિરીઝની રાહ જોતા હોય તે સ્વાભાવિક જ છે.

'સ્કેમ 1992' અને 'સ્કેમ 2003' પછી હવે આ શોની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. તેનું ટાઈટલ'સ્કેમ 2010: ધ સુબ્રત રૉય સાગા'રાખ્યું છે. વેબ સીરિઝ સ્કેમ 2010 તમલ બંદ્યોપાધ્યાય ના પુસ્તક સહારા ધ અનટોલ્ડ સ્ટોરી પર આધારિત છે.હંસલ મહેતાએ પોતાની વેબ સિરીઝ સ્કેમની ત્રીજી સીઝનની જાહેરાત કરી દીધી છે. સ્કેમ 1992 અને સ્કેમ 2003 પછી હવે હંસલ મહેતા સ્કેમ 2010ને લઈ આવી રહ્યા છે. આ વખતે હંસલ મહેતા પોતાની વેબ સિરીઝ સુબ્રતો રોયની સ્ટોરી દેખાડશે. આ માટે આ સીરિઝનું નામ સ્કેમ 2010 ધ સુબ્રતો રોય સાગા રાખ્યું છે.

હંસલ મહેતાએ કરી પોસ્ટ
હંસલ મહેતાએ સ્કેમના ત્રીજા પાર્ટની જાહેરાત કરી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું પરત આવી ગયું છે સ્કેમ 2010 : ધ સુબ્રતો રોય સાગા ટુંક સમયમાં જ સોની લિવ પર આવી રહ્યું છે. આ સાથે તેમણે સ્કેમ 2010 ધ સુબ્રતો રોય સાગાનું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. મોશન પોસ્ટરમાં એક વ્યક્તિ સ્ટેજ પર ઉભો જોવા મળી રહ્યો છે, તેની સામે હજારો લોકોની ભીડ છે.

કોણ હતા સુબ્રતો રોય
અપ્લોજ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે, વેબ સીરિઝ સ્કેમ 2010 તમલ બંદ્યોપાધ્યાય ના પુસ્તક સહારા ધ અનટોલ્ડ સ્ટોરી પર આધારિત છે. સુબ્રતો રોય સહારા ગ્રુપ ઓફ બિઝનેસના ફાઉન્ડર હતા અને આ બુકમાં સુબ્રતો રોય પર છેતરપિંડી- તેમજ હેરાફેરીને લઈ ખોટા રોકાણકારો વિશે જણાવવામાં આવ્યું છે. સુબ્રતો રોય સહારા ગ્રુપના સ્થાપક હતા, જેની પાછળથી રોકાણકારોની છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવી હતી.
2014માં તેમને 10 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. બે વર્ષ જેલમાં રહ્યા પછી, સુબ્રત 2016 માં પેરોલ પર બહાર આવ્યા હતા પરંતુ જ્યારે સેબીએ પેરોલ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, ત્યારે તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા.નવેમ્બર 2023માં કાર્ડિયોરેસ્પિરેટરીના કારણે તેનું મૃત્યું થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application