કાપ્યો છે...પેચ સાથે સૌરાષ્ટ્ર્ર બનશે પતંગમય

  • January 13, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એ કાપ્યો છે..... આજથી લઈ સોમવાર સુધી સૌરાષ્ટ્ર્ર પતંગમય બનશે. આવતીકાલે પતગં ઉત્સવ અને સોમવારે ધાર્મિક દ્રષ્ટ્રિએ મકરસંક્રાંતિ હોવાથી પતગં રસીકો માટે આ પર્વની ઉજવણી બે દિવસ સુધી કરવામાં આવશે. આજે સૌરાષ્ટ્ર્રની બજારમાં છેલ્લી ઘડીની ખરીદીનો પ્રારભં ઉત્સવ પ્રેમી જનતા દ્રારા થયો હતો. જેમાં અવનવી પતગં અને દોરાને મજબૂત માનઝો પવરાવાની કામગીરીમાં પતગં પ્રેમીઓ લાગી ગયા છે. અગાસીમાં પતંગઉત્સવની સાથોસાથ ખાણી પીણીની જયાફત માટે શેરડી, ઝીંઝરા,બોર, ચીકી, ઐંધિયું અને પુરી સાથે મધ મધતી મીઠાઈ નો સ્વાદ માણવા માટે જેની તૈયારીઓ માં ઉત્સવ પ્રેમીઓ લાગી ગયા છે.

દરેક ઉત્સવને ઉજવવામાં આગળ પડતા રહેતા સૌરાષ્ટ્ર્રવાસીઓ માટે દરેક તહેવાર નો અનોખો આનદં હોય છે જેમાં આ વખતે મકરસંક્રાંતિ એટલે કે પતંગોનો પર્વ ૧૪ તારીખે રવિવારે આવે છે. યારે પંચાંગની દ્રષ્ટ્રિએ દાન ધર્મ પુણ્ય અને ધાર્મિક કાર્યેા માટે સોમવારે ઉજવાશે રવિવારે રાત્રે મકર સૂર્ય રાશિમાં પ્રવેશ કરતાની સાથે કમુરતા ઉતરશે અને મકરસંક્રાંતિનો પર્વ સોમવારે આવતું હોવાથી પ્રાથમિક શાળાઓ અને અનેક ઔધોગિક એકમો તેમજ બજારોમાં પણ રજા હોવાના લીધે ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં રજાની મોજ માણસે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે આભ ની અટારીએથી પતંગયુદ્ધ શ થઈ જશે. એ કાપ્યો છે... ની ચિચિયારીઓ સાથે થાળીઓના ,પીપુડીઓના અવાજ અને સંગીતના તાલે પતંગરસિકો યાં સુધી બાવડાં થાકશે નહીં ત્યાં સુધી પતંગોના પેચ લગાવશે. આજથી લઈ સોમવાર સુધી રાજકોટ સૌરાષ્ટ્ર્રમાં ત્રણ દિવસથી રજાનો માહોલ છવાઈ જશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application