રણજી ટ્રોફીમાં દિલ્હી સામે સૌરાષ્ટ્ર્રનો ૧૦ વિકેટે વિજય: જાડેજાની ૧૨ વિકેટ

  • January 24, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રણજી ટ્રોફીમાં દિલ્હી સામે સૌરાષ્ટ્ર્રનો ૧૦ વિકેટે વિજય થયો છે. બે ઇનીગ્સમા જાડેજાએ ૧૨ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિગ્સમાં દિલ્હીના ૧૮૮ રન બીજી ઇનિંગ્સમાં ૯૮ રનમાં ખખડતા સૌરાષ્ટ્રની ટીમનો વિજય થયો હતો.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફીની દિલ્હી–સૌરાષ્ટ્ર્ર વચ્ચેની મેચમાં બીજા દિવસે દિલ્હીની ટિમ રવિન્દ્ર જાડેજાની ફિરકીમાં લપેટાઈ હતી. જાડેજાના તરખાટ સામે દિલ્હીની ટીમના બેટસમેન ઘૂંટણિયે પડતા માત્ર ૯૪ રનમાં ટીમ પેવેલિયન ભણી હતી. માત્ર કાન આયુષ બદાણીના સર્વાધિક ૪૪ રન સિવાય પતં સહિતના તમામ બેટસમેન લોપ રહ્યા હતા.
આજે બીજી ઇનિગ્સમાં સૌરાષ્ટ્ર્રની ટીમના ૨૭૧ રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે પ્રારંભિક ૫ વિકેટ ૭૦ રનમાં ગુમાવી દીધી હતી. બેટસમેન સનત સાગવાન, યશ ધૂલ, અર્પિત રાણા અને જોન્ટી સિંધુ સસ્તામાં આઉટ થયા હતા. કાન આયુષ બદાણીએ બાજી સંભાળી હતી તેમણે સર્વાધિક ૪૪ રન બનાવ્યા હતા પરંતુ રવિન્દ્ર જાડેજાનો શિકાર બનતા એ પછીની ધડાધડ વિકેટો પડી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર્સ રવિન્દ્ર જાડેજાની ફિરકીનો જાદુ બીજા દિવસે પણ જોવા મળ્યો હતો. જાડેજાએ ૧૨ ઓવરમાં એક મેડન સાથે ૩૮ રન આપી ૭ વિકેટ ઝડપી હતી. બે દિવસમાં જાડેજાએ ૧૨ વિકેટ પોતાના નામે કરી છે.
પ્રથમ દિવસની મેચની હાઇલાઇટસ જોઈએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમએ ૧૮૮ રન બનાવી ઓલ આઉટ થઇ હતી.
દિલ્હીની ટીમના સ્ટાર બેટર્સ ચેતેશ્વર પુજારા લોપ રહ્યા હતા. જયારે સૌરાષ્ટ્ર્ર તરફથી જાડેજાએ ૫ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગ્સની બેટિંગમાં ઉતરેલી સૌરાષ્ટ્ર્રની ટીમમાં હાર્વિક દેસાઈ સેન્ચ્યુરી ચુકયો હતો. ૧૨૦ બોલમાં ૯૩ રન બનાવી અર્પિત રાણાનો શિકાર બન્યો હતો. આ સિવાય વસાવડાના ૬૨ અને રવિન્દ્ર જાડેજાના ૩૮ રનની મદદથી સૌરાષ્ટ્ર્રની ટીમનો સ્કોર ૧૦ વિકેટે ૨૮૮ રન રહ્યો હતો. દિલ્હીની ટીમ તરફથી ૧૭ ઓવરમાં ૭૧ રન આપી ૪ વિકેટ અને આયુષ બદોણીએ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application