સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાઓ ૨૬ માર્ચથી શરૂ થશે

  • February 01, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા સેમેસ્ટર છ ની એટલે કે ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાનો શેડુલ તૈયાર થઈ ગયો છે. યુનિવર્સિટી સંલ તમામ કોલેજો અને યાં પરીક્ષા લેવાની છે તે પરીક્ષા કેન્દ્રના સંચાલકોને તે મોકલી દેવાયો છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨૬ માર્ચથી પરીક્ષાઓ શ થશે અને તારીખ ૩ એપ્રિલ સુધી તે ચાલશે. આ સમયગાળા દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ પણ ચાલુ રહેશે અને તેના કારણે પરીક્ષાનો માહોલ ઉભો થઈ જશે.

તારીખ ૨૬ માર્ચથી આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ, સાયન્સ, હોમ સાયન્સ, લો, પરફોમિગ આર્ટસ, રલ સ્ટડીઝ, એયુકેશન, એલએલબી, બીસીએ, બીકોમ વગેરેની સેમેસ્ટર છ ની પરીક્ષાઓ શ થવાની હોવાથી મોટા પ્રમાણમાં કોલેજ બિલ્ડિંગો પરીક્ષા કેન્દ્ર માટે અનામત રાખવાની સૂચના અત્યારથી જ આપી દેવાઈ છે.

લોકસભાની ચૂંટણીઓની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે તેમ છે અને જો પરીક્ષાના સમયગાળા દરમિયાન આવું થશે તો શું કરીશું? તેવા સવાલના જવાબમાં યુનિવર્સિટીના સુત્રો કહે છે કે 'જેવા પડશે તેવા દેવાશે'.અત્યારે તો અમે માર્ચ –એપ્રિલમાં પરીક્ષા માટેની તૈયારીઓ શ કરી દીધી છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફટી જવાની ઘટના વારંવાર બનતી હોય છે અને તેના કારણે યુનિવર્સિટીની ભારે બદનામી થતી હોય છે. આ વખતે તેવું ન થાય તે માટે કવેશ્ચન પેપર ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (કયુપીડીએસ) ડેવલપ કરવામાં આવી છે.આ સિસ્ટમ મુજબ દરેક કોલેજને ઓનલાઈન પેપર મોકલવામાં આવશે. પરીક્ષા શ થવાના અડધો કલાક અગાઉ જ પ્રશ્નપત્ર ઓનલાઈન મૂકવામાં આવશે. દરેક કોલેજને ખાસ પ્રકારનો કોડ આપવામાં આવ્યો છે અને કવેસચન પેપરમાં વોટરમાર્ક મૂકવામાં આવ્યા છે. જો કોઈ પેપર ફટે તો તે કઈ કોલેજમાંથી ફુટું છે તેની ગણતરીની મિનિટોમાં જાણ થઈ શકશે. મોટા પ્રમાણમાં આ નવી સિસ્ટમનો ઉપયોગ કરતા પહેલા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ થોડા સમય પહેલા પ્રાયોગિક ધોરણે ઓછા વિધાર્થીઓ વાળી નાની પરીક્ષામાં તેનો અમલ કર્યેા હતો અને આ પ્રયોગ સફળ રહ્યા પછી હવે આગામી તારીખ ૨૬ માર્ચથી તે મોટા સ્કેલ પર અમલી બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application