સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જુદી જુદી 14 ફેકલ્ટીની અભ્યાસ સમિતિની કરી રચના

  • October 07, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ રચના પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તેની અમલવારી માટે ધડાધડ નિર્ણયો કરી રહ્યા છે. ગયા સપ્તાહે જુદી જુદી ફેકલ્ટીઓના સંભવિત ડીનની યાદી જાહેર કયર્િ પછી હવે આ તમામ ફેકલ્ટી અંતર્ગત જુદા જુદા વિષયોની અભ્યાસ સમિતિઓની રચના કરી છે.
ઇન્ચાર્જ કુલપતિ કમલસિંહ ડોડીયાએ આર્ટસ ફેકલ્ટીમાં જે અભ્યાસ સમિતિની રચના કરી છે તેમાં ગુજરાતી ઇતિહાસ તત્વજ્ઞાન હિન્દી સંસ્કૃત અંગ્રેજી ભારતીય સંસ્કૃતિ ઇન્ટિરિયર ડિઝાઇન અને પરફોર્મિંગ આર્ટસનો સમાવેશ કર્યો છે.
શિક્ષણ વિદ્યા શાખામાં શિક્ષણ શાસ્ત્ર પ્રેક્ટિસ ઇન એજ્યુકેશન ક્ધટેન્ટ એન્ડ મેથડ ટીંચીગ તથા ફિઝિકલ એજ્યુકેશનનો સમાવેશ કરાયો છે.
આંકડાશાસ્ત્ર રસાયણશાસ્ત્ર ગણિત શાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર ઇલેક્ટ્રોનિક એપ્લાઇડ ફિઝિક્સ વગેરેનો સમાવેશ ફેકલ્ટી ઓફ સાયન્સમાં કરવામાં આવ્યો છે.
ફેકલ્ટી ઓફ લો માં એકમાત્ર કાયદાની અભ્યાસ સમિતિ બનાવવામાં આવી છે. જ્યારે ફેકલ્ટી ઓફ મેડિસિનમાં સૌથી વધુ 11 મુખ્ય અભ્યાસ સમિતિ અને તેના પેટા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફેકલ્ટી ઓફ કોમર્સમાં એકાઉન્ટન્સી અને કોમર્સ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાં મેનેજમેન્ટ ફેકલ્ટી ઓફ હોમિયોપેથમાં હોમિયોપેથ ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરમાં આર્કિટેક્ચર સમિતિ બનાવવામાં આવી છે.
ફેકલ્ટી ઓફ હયુમીનિટી એન્ડ સોશિયલ સાયન્સમાં મનોવિજ્ઞાન ભૂગોળ સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર લાઇબ્રેરી સાયન્સ સ્ટડી જર્નિલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન સમાજ કાર્ય બાબતે સમિતિ બનાવવામાં આવી છે. ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટી ઓફ રૂરલ સ્ટડી ઓફ સાયન્સમાં જે તે વિદ્યા શાખા મુજબ અભ્યાસ સમિતિ બનાવવામાં આવી છે.
ફેકલ્ટી ઓફ લાઈફ સાયન્સમાં બાયો ટેકનોલોજી માઇક્રોબાયોલોજી બોટની વાઇલ્ડ લાઇફ સાયન્સ બાયોઇન્ફોર્મેટીક અને બાયોકેમેસ્ટ્રીનો સમાવેશ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application