સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોલેજોના ઉનાળા વેકેશનની તારીખ જાહેર

  • April 24, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 27 એપ્રિલિથી શરૂ થયેલી પરીક્ષાઓ તેના અંતિમ ચરણમાં પહોંચી છે. આગામી તારીખ 26 થી ત્રીજા અને અંતિમ તબક્કાઓની પરીક્ષાઓ કોલેજોમાં શરૂ થઈ રહી છે, તારીખ 29 ના આ તમામ પરીક્ષાઓ પૂરી થશે અને તે સાથે જ યુનિવર્સિટી ભવનોમાં અને કોલેજોમાં વેકેશન ઉનાળુ વેકેશન શરૂ થઈ જશે.

બીજા તબક્કાની પરીક્ષામાં અમરેલીની એમ.ડી.સીતાપરા કોલેજમાં મોબાઇલમાં વોટસએપ મેસેજથી ચોરી થયાનું પ્રકરણ બહાર આવ્યું હતું. આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે અને અમરેલીની કોટક લો કોલેજમાં વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ વિદ્યાર્થીઓએ પોતે વોટસએપના માધ્યમથી ચોરી કરતા હોવાનું કબૂલ કર્યું છે. પોલીસ ફરિયાદ વગર આટલી ઝડપથી ત્રણ વિદ્યાર્થીઓએ કરેલી કબુલાતને અનેક લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે અને આ સમગ્ર પ્રકરણ આટોપી લેવા માટે જોરદાર પ્રયાસો ચાલુ હોવાનું પણ બોલાઈ રહ્યું છે.

તારીખ 26 થી શરૂ થતી ત્રીજા તબક્કાની પરીક્ષામાં આવું કંઈ ન બને તે માટે અત્યારથી તૈયારીઓ રાખવામાં આવી છે. તારીખ 29 ના રોજ પરીક્ષાઓ પૂરી થશે અને તે સાથે 49 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થઈ જશે. તારીખ 17 જૂનના રોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. 49 દિવસના વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટેની કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી જાહેર કરવામાં આવી નથી. સ્નાતક કક્ષાની પરીક્ષાના અને બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી યુનિવર્સિટી દ્વારા જીકાસના માધ્યમથી એડમિશન આપવાની એક માત્ર પ્રવૃત્તિ વેકેશનના સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application