સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના મહેકમ વિભાગના વડાનું રાજીનામું: શિક્ષણ જગતમાં જાતજાતની વાતો

  • June 07, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના મહેકમ વિભાગના વડા તરીકે હજુ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો પહેલા જ નિયુકત કરવામાં આવેલા સસકૃત વિભાગના એસોસિયેટ પ્રોફેસર કાથડભાઈ રાજાએ રાજીનામું આપી દેતા યુનિવર્સિટી કેમ્પસ પર અને શિક્ષણ જગતમાં આ મામલે જાત જાતની ચર્ચાઓએ જોર પકડું છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના જુદા–જુદા ભવનોમાં ખાલી પડેલી પ્રોફેસરો, એસોસિયેટ પ્રોફેસરો વગેરેની જગ્યા ભરવા માટે લાગતા વળગતાઓને લઈ શકાય એ માટે ભરતી પહેલા જ જુદા જુદા વિભાગો પાસેથી સ્પેશિયલાઈઝેશન મંગાવવામાં આવ્યું હોવાની વિગતો આજકાલમાં પ્રસિદ્ધ થઈ હતી અને ત્યારે જ યુનિવર્સિટીમાં એવી ચર્ચાઓ શ થઈ હતી કે ભરતી યોજાઈ તે પહેલા ઉમેદવારો પસદં કરવા અને જેટલી જગ્યા હોય કેટલી સંખ્યામાં જ અરજીઓ આવે તેના ગોઠવણના ભાગપે સ્પેશિયલાઈઝેશન માગવામાં આવ્યું છે.

મોટાભાગના ભવનોમાંથી સ્પેશિયલાઈઝેશન આવી ગયું છે અને તેના ડ્રાટ પર સહી કરવા માટે મહેકમ વિભાગના વડાની મંજૂરી જરી હોય છે. પરંતુ ભવિષ્યમાં ભરતી કૌભાંડને લગતી કોઈ બાબત કાયદાનું સ્વપ ધારણ કરે અને લીગલ મેટરમાં ફસાઈ ન જવાય તે માટે થોડા સમય અગાઉ મનીષભાઈ ધામેચાએ મહેકમ વિભાગના વડા તરીકે આવી ફાઈલો પર સહી કરવાની ના પાડતા તેને ૧૫ દિવસ પહેલા હોદા પરથી દૂર કરવામાં આવ્યા હોવાની ચર્ચા યુનિવર્સિટીમાં થઈ રહી છે. મનીષભાઈ ધામેચાની જગ્યાએ ૧૫ દિવસ પહેલા મુકાયેલા રાજાભાઈ કાથડે પણ આવી ફાઈલો પર સહી ન કરવી પડે તે માટે રાજીનામું આપ્યાની ચર્ચા થઈ રહી છે.
ભરતી પહેલા બબ્બે અધિકારીઓના ભોગ લેવાયાની આ ઘટનામાં ખાલી પડેલી જગ્યા પર પોતાના માનીતાને ગોઠવવા માટે આટલું મોટું દબાણ કોણ કરે છે ? તેવા સવાલો સૌ કોઈ પૂછી રહ્યા છે અને બધા બધું જાણતા હોવા છતાં કોઈ કશું ન જાણતું હોય તેવું વાતાવરણ છે.યુનિવર્સિટીના સુત્રો જણાવે છે કે રાજાભાઈ કાથડ સંસ્કૃત વિભાગના એસોસિયેટ પ્રોફેસર છે અને ટિચીગ સ્ટાફને મહેકમ 'અ'વિભાગની જવાબદારી ન સોપી શકાય આમ છતાં તેને શા માટે જવાબદારી સોપી હશે તેવા સવાલના જવાબો પણ મળતા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application