તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ સ્વિમિંગ કોમ્પિટિશનમાં એચ.એન.શુક્લ કોલેજના બી.એ.થર્ડ યરના સ્ટુડન્ટ જશ વિપુલભાઇ ભટ્ટએ ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ સાથે ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું, ગર્લ્સમાં એચ.એન.શુક્લ કોલેજના બીએચએમએસ ફોર્થ યરના સ્ટુડન્ટ શ્રુતિ રમેશભાઇ ડાભીએ ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
રાજકોટની એચ.એન.શુક્લ કોલેજમાં બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જશ વિપુલભાઇ ભટ્ટએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આંતર કોલેજ તરણ સ્પર્ધા ભાઇઓમાં પ્રથમ ક્રમે આવી યુનિવર્સિટી ચેમ્પિયન થયા છે જેમાં તેમની વ્યક્તિગત ઇવેન્ટમાં તેઓ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે વિજેતા થયેલ છે અને ઓવર ઓલ જનરલ ચેમ્પિયન બનેલા છે. હવે પછી તે આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર છે. જશ ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં પ્રથમ, ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં પ્રથમ, ૫૦ મીટર બટર ફ્લાયમાં પ્રથમ, ૫૦ મીટર બ્રેસ્ટ સ્ટોકમાં પ્રથમ અને ૫૦ મીટર બેક સ્ટ્રોકમાં દ્વિતીય ક્રમે આવ્યા હતા.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આંતર કોલેજ તરણ સ્પર્ધા બહેનોમાં બી.એચ.એમ.એસ. ફોર્થ યરની વિદ્યાર્થીની ડાભી શ્રુતિ રમેશભાઇ પ્રથમ ક્રમે ચેમ્પિયન થયેલ છે. શ્રુતિ ડાભી ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં પ્રથમ, ૨૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં પ્રથમ, ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં થર્ડ અને ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં થર્ડ આવ્યા છે.
આ તકે એચ.એન.શુક્લ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન ડો.નેહલભાઈ શુક્લ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણી, ટ્રસ્ટી પિયુષભાઇ વાધર, કોલેજના કેમ્પસ ડિરેક્ટર સંજયભાઈ વાધર, ડો.કલ્પિતભાઈ સંઘવી, સ્પોર્ટ્સ અને ડીસીપ્લીન ઓફિસર દિનેશભાઈ રાઠોડ, કોચ નીતિનભાઈ પાંડે, તેમજ ડીપાર્ટમેન્ટના હેડ ભૂપેશ જાદવ તેમજ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.