BREAKING NEWS

સૌરાષ્ટ્ર્ર યુનિ.નું અજબ ગજબ: કોલેજોમાં પરીક્ષા ચાલુ, પરીક્ષા નિયામક જ રજા પર

  • April 22, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા ગઈકાલથી જુદી જુદી કોલેજોના ૧૬૦ જેટલા કેન્દ્રમાં ત્રીજા તબક્કાની પરીક્ષા શ થઈ છે પરંતુ અત્યતં મહત્વની ગણાતી એવી પરીક્ષા નિયામકની જગ્યાના અધિકારી રજા પર ઉતરી ગયા કે ખરા ટાણે પરીક્ષાની નિયામક રજા પર ઉતરી જતા તેમની જવાબદારી કેમેસ્ટ્રી વિભાગના મનીષા અને સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પરીક્ષાની અમુક નિલેશભાઈ સોની છે પરંતુ તે અત્યારે રજા પર છે પરીક્ષાની નિયામકની પોસ્ટ એડમિનિસ્ટ્રેટિવ ગણવામાં આવતી હોય છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં કદી આ પોસ્ટનો હવાલો શૈક્ષણિક સ્ટાફને આપવામાં આવ્યું નથી પરંતુ યુનિવર્સિટીમાં ટોચના અધિકારીઓની ખાલી પડેલી સંખ્યાબધં જગ્યા ના કારણે આ વખતે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ના મનીષભાઈ શાહને આ જવાબદારી ટોકવામાં આવી છે.
યુનિવર્સિટી ની પરીક્ષાના પ્રથમ દિવસે જ એમ એડ સેમેસ્ટર બે ની પરીક્ષામાં સરવર ધીમું ચાલતું હોવાના કારણે કોલેજોને વેસ્ટન પેપર પરીક્ષા શ થયાના એક કલાક પછી મળી હતું અને તેના કારણે પરીક્ષાર્થીઓને પાછળથી એક કલાક વધારી દેવાની ફરજ પડી હતી. યુનિવર્સિટીના સત્તાવાળાઓ પેપર કાઢવાનું જ ભૂલી ગયા છે તેવી વાતો પ્રારંભિક તબક્કે બહાર આવી હતી પરંતુ યુનિવર્સિટીના સત્તાવાર સાધનો એ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની આ પરીક્ષામાં કવેશ્ચન પેપર યુ પી ડી એફ ની નવી સિસ્ટમથી મોકલવામાં આવી રહ્યું છે પરીક્ષા શ થવાની હોય તેના એક કલાક અગાઉ જે તે કોલેજના ઇ–મેલ આઇડી પર તે મોકલવામાં આવે છે અને કોલેજ સંચાલકો તેની પ્રિન્ટ કઢાવીને વિધાર્થીઓને આપતા હોય છે ગઈકાલે સરોવર ધીમું હોવાના કારણે આ સમસ્યા ઊભી થઈ હતી. પરીક્ષા માં હવે ચૂંટણીના કારણે ત્રણ દિવસ માટે રજા રાખવામાં આવી છે. મતદાન અને તેની આગળ પાછળના બે દિવસ એટલે કે શનિ રવિ શું એમ ત્રણ દિવસ માટે પરીક્ષામાં રજા રહેશે તેવી યુનિવર્સિટીએ અગાઉથી જ જાહેરાત કરી હતી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News