સૌરાષ્ટ્ર શિવમય: બમ બમ બમ ભોલેના નાદી ભક્તિમાં લીન ભક્તો

  • March 08, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી બમ બમ ભોલે અને હર હર મહાદેવ ના નાદ સાથે દેવાધિદેવ ભગવાન શિવજી રીઝવવા માટે ભાવિકો વહેલી સવારથી શિવજીની ભક્તિમાં લીન થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ અને પ્રાચીન શિવ મંદિરમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે તો જૂનાગઢમાં આજે આકર્ષણ રૂપ રહેલી અને સાધુ સંતોનું મૃગીકુંડમાં સ્નાન થશે.
સોમનાથ ,નાગેશ્વર, જડેશ્વર રફાળેશ્વર ઈશ્વરીયા સહિત શિવાલયોમાં વહેલી સવારથી પૂજન અર્ચન સાથે આખી રાતના જાગરણનું ખૂબ જ મહત્વ રહેલું છે. 
સોમનાથ મંદિરે રાત્રે ૯:૩૦ કલાકે પ્રથમ પ્રહર અને સાડા દસ વાગ્યે મહાપૂજા ૧૨:૦૦ વાગ્યે આરતી,૧૨.૩૦ વાગ્યાથી બીજા પ્રહર ની પૂજા મધ્યરાત્રીએ ૨,૩૦ વાગ્યાથી ત્રીજા પ્રહર ની પૂજા અને રાત્રે ૩:૪૫ થી ચોથા પ્રહર ની પૂજા થશે. આજે રાજકોટમાં પણ શિવરાત્રી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે.

શુક્રવારે શિવયોગ મા  મહા શિવરાત્રી ઉત્તમ

મહા વદ તેરસ ને શુક્રવાર તારીખ ૮.૩.૨૪ આ દિવસે મહા શિવરાત્રી છે.યોગ ૨૬ હોય છે તેમા શિવ નામનો યોગ શિવભક્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે તે ઉપરાંત શિવ . સિઘ્ધિ .સાધ્ય આ ત્રણ યોગ નો ક્રમ આવે છે અને આ ત્રણેય યોગ સિદ્ધિ મેળવવા માટે ઉત્તમ ગણવા માં આવે છે આમ આ વર્ષે શિવરાત્રી ના દિવસે આખો દિવસ તથા રાત્રિ ના ૧૨.૪૬ કલાક સુધી શિવ નામ નો યોગ ઉત્તમ છે તે ઉપરાંત શનિવારે સિધ્ધી નામનો યોગ છે જ્યારે રવિવારે અમાસના દિવસે સાધ્ય નામનો યોગ છે આમ શિવરાત્રી થી શરૂ કરી અને રવિવારે અમાસ ના દિવસ સુધી શિવજી ની ઉપાસના કરવી આ વર્ષે ઉત્તમ ફળ આપનાર બનશે અને સિદ્ધિ આપનાર બનશે જીવનમાં કોઈપણ મુસીબત હોય તો તે દૂર કરવા માટે આ વર્ષે શિવરાત્રી થી રવિવારે અમાસ સુધી શિવજી ની કોઈપણ ઉપાસના કરવી અથવા તો ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર ની ૨૧ અથવા દરરોજ ૧૦૮ ત્રણ દિવસ સુધી માળા કરવી ઉત્તમ ફળ આપનાર અને સિદ્ધિ આપનાર બનશે મુસીબતો દૂર થશે મૃત્યુંજય મંત્રના જપ કરી શકાય છે આ ત્રણ દિવસ દરમિયાન ઉપવાસ અથવા એકટાણું રહેવુ.

મહા શિવરાત્રી ના દિવસે આઠ પ્રહરની પૂજામાં મુખ્ય રાત્રી ના ચાર પ્રહરની પૂજા મહત્વની ગણાય છે. રાત્રી ના ચાર પ્રહરની પૂજા

(૧) પહેલા પ્રહર:- મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન - ચોખા કમળ, કરેણના પુષ્ય વડે પૂજા કરવી નૈવેદ્યમા સુખડી ધરાવવી
(૨) બીજા પ્રહરની પૂજા:- મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું.
(૩) ત્રીજા પ્રહરમાં:- મહાદેવજીને દુધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડા ના પુષ્પો અર્પણ કરવા તથા માલ પુવાનું નૈવેદ્ય ચૂરમાના લાડુ ધરવા..બિલિપત્ર અર્પણ કરવા.
(૪) ચોથા પ્રહરે:- જળ ચડાવ્યા બાદ અડદ, મગ, સાત ધાન્ય ચડાવવા તથા બિલીપત્ર ચડાવવા દૂધના મિષ્ઠાનનું નૈવેદ્ય ધરાવું
શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલિંગમાં મૂળ મા બ્રહ્મા મધ્ય વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે .
અલગ અલગ દ્રવ્યથી મળતું ફળ સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી, ધનની પ્રાપ્તિ માટે બિલીપત્રથી, આયુષ્ય વધારવા દુર્વાથી, રાજયોગ માટે ઘી થી, સર્વ મનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળ તલ, સુખી દામ્પત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબીટીસ જેવી બીમારી દુર ઓછી કરવા શેરડીના રસથી શિવલિંગ ઉપર અભિષેક કરવો તથા ધન પ્રાપ્તિ માટે શિવજીને બિલીપત્ર ચઢાવવા.


રાત્રીના ચાર પ્રહરની વિગત

- પ્રથમ પ્રહર રાત્રે ૬.૫૩ થી ૯.૫૫
- બીજો પ્રહર રાત્રે ૧૦.૫૫ થી ૧૨.૫૭
- ત્રીજો પ્રહર રાત્રે ૧૨.૫૭ થી ૩.૫૯
- ચોથો પ્રહર રાત્રે ૩.૫૯ થી ૭.૦૨ સુધી છે.


રાશિ પ્રમાણે શિવજીની પૂજા
(૧)મેષ રાશી (અ,લ,ઇ):- શેરડીના રસ થી અભિષેક કરવો તથા સુખડીનું નેવૈદ્ય ધરાવવું.
(૨)વૃષભ રાશી (બ,વ,ઉ):- સાકરવાળા પાણી થી દુધથી અભિષેક કરવો પેંડાનું નેવેદ્ય ધરાવવું .
(૩) મિથુન રાશી (ક, છ, ઘ):- કાળા તલથી તથા દુધ થી અભિષેક કરવો સકરીયાનો શીરો ધરાવવો.
(૪) કર્ક રાશી (ડ, હ):- દુધથી તથા સાકરવાળા પાણી થી અભિષેક કરવો નૈવેદ્યમાં રાજગરાનો શિરો ધરાવવો.
(૫)સિહ રાશી (મ,ટ):- ઘી તથા ચણા ની દાળ થી અભિષેક કરવો ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવૈદ્ય ધરાવવું.
(૬)કન્યા રાશી (પ,ઠ,ણ):- મધ થી તથા દુધ થી અભિષેક કરવો નૈવેદ્ય મા દુધ પાક ધરાવવો.
(૭) તુલા રાશી (ર,ત) :- શેરડી ના રસથી અભિષેક કરવો, દુધની મીઠાઈ ધરાવવી.
(૮) વૃશ્ચિક રાશી ( ન,ય):- બીલીપત્ર તથા દુધ થી અભિષેક કરવો નૈવેદ્ય મા તલ ની વસ્તુ ધરાવવી .
(૯) ધન રાશી (ભ,ફ્,ધ):- શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી થી અભિષેક કરવો, નૈવેદ્યમાં અળદીયા ધરાવવા.
(૧૦)મકર રાશી (ખ,જ):- કાળા તલથી અભિષેક કરવો, માલપૂવા ધરાવી શકાય.
(૧૧) કુંભ રાશી (ગ,સ,શ):- કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો, અડદીયા ધરાવવા.
(૧૨)મીન રાશી (દ,ચ,ઝ,થ):- ઘી તથા દુર્વાથી તથા દુધથી અભિષેક કરવો નેવૈદ્ય મા પીળી મીઠાઈ ધરવી.
નિશીથ કાળ રાત્રે ૧૨:૩૩ થી ૧:૧૧ સુધી છે . આ સમયે પણ શિવજી ઉપર રૂદ્રી પૂજા અભિષેક કરાવી શકાય છે અને ઉત્તમ ફળ આપનાર છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષી, (વેદાંત રત્ન)એ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application