સાઉદી અરેબિયા પાસે પરમાણુ બોમ્બ અને શસ્ત્રો છે, અને અમેરિકા પણ આ બાબત સારી રીતે જાણે છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ભૂતપૂર્વ ટોચના અધિકારી હુસૈન કનાનીના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. હુસૈન કનાની મોગદ્દામએ કહ્યું, સાઉદી અરેબિયાએ દુનિયાને એવું બતાવ્યું છે કે તેની પાસે પરમાણુ બોમ્બ નથી, પરંતુ આ સત્ય નથી. ગ્રીન પાર્ટીના રાજકારણી અને ભૂતપૂર્વ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ કમાન્ડરે ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, "માત્ર ઈરાન જ નહીં, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ પણ સાઉદી અરેબિયાના પરમાણુ શસ્ત્રો વિશે જાણે છે. સાઉદી અરેબિયા આ મુદ્દા પર અમેરિકા અને ઇઝરાયલ સાથે વાતચીત કરી રહ્યું છે.
સાઉદી અરેબિયાના પરમાણુ શસ્ત્રો સ્વીકારવાના બદલામાં, અમેરિકા તેને ઇઝરાયલને માન્યતા આપવાની જરૂર છે.હુસૈન કનાની મોગદમ કહે છે કે સાઉદી અરેબિયાના પરમાણુ શસ્ત્રો પણ ઇઝરાયલને માન્યતા આપતા અબ્રાહમ કરારમાં ચર્ચાનો મુદ્દો હતા. સાઉદી અરેબિયાને અનૌપચારિક રીતે પરમાણુ શસ્ત્રો આપવાનો અમેરિકાનો પ્રસ્તાવિત કરાર તેના અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરવા પર આધારિત હતો. અબ્રાહમ કરાર વાટાઘાટો દરમિયાન, એ વાત પર સંમતિ થઈ હતી કે સાઉદી અરેબિયાને પરમાણુ શસ્ત્રોમાંથી મુક્તિ મળશે. સાઉદી અરેબિયા દ્વારા કરારો પર હસ્તાક્ષર કરવાના બદલામાં ઇઝરાયલ અને અમેરિકા આ મુક્તિ માટે સંમત થયા હતા. જો કે, આ વાટાઘાટો પાછળથી સ્થગિત થઈ ગઈ.
રિયાધે હજુ સુધી અબ્રાહમ કરારો પર હસ્તાક્ષર કર્યા નથી
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સકારાત્મક વલણ છતાં, રિયાધે હજુ સુધી અબ્રાહમ કરારો પર હસ્તાક્ષર કર્યા નથી. આ પ્રક્રિયા અટકી ગઈ છે, ખાસ કરીને 2023 માં ગાઝા પર ઇઝરાયલી હુમલાને કારણે આવું બન્યું છે. સાઉદી અરેબિયાના ઇઝરાયલ સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી.
સત્તાવાર રીતે, સાઉદી અરેબિયા પાસે પરમાણુ શસ્ત્રો નથી. જો કે, તેણે ઘણી વખત પરમાણુ બોમ્બ માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાનો પરમાણુ શસ્ત્રોથી સજ્જ પાકિસ્તાન સાથે પણ એક કરાર છે, જે હેઠળ એક દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે.