ઉપગ્રહ કાર્ટેાસેટ–૨ની જળસમાધિ આજે ઇન્સેટ–૩ડીએસનું લોન્ચિંગ

  • February 17, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈસરોના કાર્ટેાસેટ–૨ ઉપગ્રહનું કાર્ય પૂર્ણ થતા આ ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો અને હિંદ મહાસાગરમાં તેણે જળસમાધી લીધી હતી. આ સેટેલાઈટના વંશજ કાર્ટેાસેટ– ૨સીએ સર્જિકલ સ્ટ્રાઈકમાં મદદ કરી હતી. સાથે જ આજે ભારતનો સૌથી એડવાન્સ હવામાન સેટેલાઈટ ઈનસેટ–૩ડીએસ સાંજે ૫. ૩૫ મિનિટે લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ જીએસએલવી –એફ૧૪ રોકેટથી થશે.ઈનસેટ–૩ સિરિઝના સેટેલાઈટમાં ૬ અલગ અલગ પ્રકારના જિયોસ્ટેશનરી સેટેલાઈટસ છે. ઈનસેટ સિરિઝના પહેલાના તમામ સેટેલાઈટસને વર્ષ ૨૦૦૦થી ૨૦૦૪ની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યા હતા.
કાર્ટેાસેટ–૨ સેટેલાઇટને નિયંત્રિત રીતે વાતાવરણમાં પ્રવેશવા કરાવવામાં આવ્યો હતો જેથી કચરો ઓછો ફેલાય અને તેનાથી કોઈને પણ નુકસાન ન થાય. કાર્ટેાસેટ–૨ ઉપગ્રહ ૧૦ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેથી દેશના હાઈ–રિઝોલ્યુશન ચિત્રો લઈ શકાય. તેનાથી રસ્તાઓ બનાવી શકાય છે. નકશા બનાવી શકાય છે. અન્ય વિકાસના કામો થઈ શકશે.

લય એ હતું કે આ ઉપગ્રહ માત્ર પાંચ વર્ષ જીવશે. પરંતુ તેણે ૧૨ વર્ષ સુધી અવકાશમાં કામ કયુ. દેશની સેવા કરી. આ ઉપગ્રહને ૨૦૧૯માં નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ કે તેણે કામ કરવાનું બધં કરી દીધું હતું. તે ઉચ્ચ–રિઝોલ્યુશન ઇમેજિંગ સેટેલાઇટ શ્રેણીની બીજી પેઢીનો પ્રથમ ઉપગ્રહ હતો. ૬૮૦ કિગ્રા વજનનો ઉપગ્રહ સૂર્ય–સિંક્રનસ ધ્રુવીય ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. એટલે કે પૃથ્વીથી ૬૩૫ કિલોમીટરની ઐંચાઈએ. ૨૦૧૯ સુધી તેણે દેશના શ્રે ચિત્રો મોકલ્યા. શઆતમાં એવી અપેક્ષા હતી કે કાર્ટેાસેટ–૨ ૩૦ વર્ષમાં કુદરતી રીતે પૃથ્વી પર પડશે.

ઈસરોના વૈજ્ઞાનિકોએ વિચાયુ કે શા માટે બાકીના ઈંધણનો ઉપયોગ કરીને તેને જમીન પર છોડવામાં ન આવે. આંતરરાષ્ટ્ર્રીય નિયમોને અનુસરીને તેને નીચે લાવવામાં આવ્યો હતો. એટલે કે તેને નિયંત્રિત રીતે પૃથ્વી પર લાવવામાં આવ્યો હતો. જેથી આ નિષ્ક્રિય ઉપગ્રહ અવકાશમાં અન્ય કોઈ ઉપગ્રહ સાથે અથડાઈ ન જાય અને કચરો ફેલાય નહીં.ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સેન્ટરની સિસ્ટમ ફોર સેફ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ ઓપરેશન્સની ટીમે પૃથ્વી પર સમુદ્રમાં કાર્ટેાસેટ–૨નું સફળ લેન્ડિંગ કયુ. ૧૪ ફેબ્રુઆરીના રોજ ઇલેકિટ્રકલ પેસિવેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે તે પૃથ્વીથી ૧૩૦ કિલોમીટર ઉપર હતું.

ધીમે ધીમે કાર્ટેાસેટ–૨ પૃથ્વી તરફ આવવા લાગ્યું. તેને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ચાર વાગ્યાની આસપાસ હિંદ મહાસાગરમાં છોડવામાં આવ્યું હતું. વાતાવરણને પાર કરતી વખતે, આ નિષ્ક્રિય ઉપગ્રહના મોટાભાગના ભાગો બળી ગયા હતા. કાર્ટેાસેટ–૨ને સફળતાપૂર્વક દફનાવીને ભારતે અવકાશમાં ઘણી દુર્ઘટનાઓ અટકાવી છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આજે તેનો હવામાન ઉપગ્રહ ઇન્સેટ–૩ડીએસ લોન્ચ કરશે. જે પ્રાકૃતિક આફતો વિશે આપશે સચોટ માહિતી આપશે. આ લોન્ચિંગ જીએસએલવી એફ૧૪ રોકેટથી કરવામાં આવશે. ઇન્સેટ–૩ડીએસ સેટેલાઈટ લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય હવામાન અને કુદરતી આફતો વિશે સચોટ માહિતી મેળવવાનો છે. આ લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવારે સાંજે લગભગ ૫.૩૫ કલાકે કરવામાં આવશે.

આ લોન્ચિંગમાં ૩ મોટી સિદ્ધીઓ હાંસલ થવાની છે. આ જીએસએલવી રોકેટની ૧૬મી ઉડાન છે. સ્વદેશી ક્રાયો સ્ટેજની ૧૦મી ઉડાન છે. આ સ્વદેશી ક્રાયો સ્ટેજની સાતમી ઓપરેશનલ લાઈટ હશે. આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, દરિયો, હવામાન અને ઈમરજન્સી સિલ સિસ્ટમની જાણકારી આપવાનો છે. આ સિવાય તે રાહત અને બચાવ કાર્યેામાં મદદ કરશે.

હવામાનની સટીક જાણકારી મળી રહેશે
આ તમામ મશીન ભારત અને તેની આસપાસ થનારી હવામાનના ફેરફાર સટીક અને સમય પહેલા જાણકારી આપે છે. તેમાંથી દરેક સેટેલાઈટે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં સંચાર અને હવામાન સંબંધિત ટેકનીકોને વિકસિત કરવામાં મદદ કરી છે. આ સેટેલાઈટસનું સંચાલન ઈસરોની સાથે સાથે હવામાન વિભાગ કરે છે. જેથી કરીને લોકોને કુદરતી આફતો આવે તે પહેલા તેની જાણકારી મળી શકે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ શકાય

નક્કી કરેલા ઓર્બિટમાં ૧૮ મિનિટમાં પહોંચી જશે
જીએસએલવી–એફ ૧૪ રોકેટ ઈનસેટ– ૩ડીએસ સેટેલાઈટને લોન્ચિંગના લગભગ ૧૮ મિનિટ બાદ તેની નક્કી કરેલી કક્ષામાં પહોંચાડી દેશે. આ સેટેલાઈટ ૧૭૦ કિલોમીટર પેરીજી અને ૩૬૬૪૭ કિલોમીટર અપોજીવાળી અંડાકાર જીટીઓ કક્ષામાં ચક્કર લગાવશે. સેટેલાઈટનું કુલ વજન ૨૨૭૪ કિલોગ્રામ છે. આ સેટેલાઈટને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ફંડિંગ કર્યુ છે. આ સેટેલાઈટમાં ૬ ચેનલ ઈમેજર છે. ૧૯ ચેનલ સાઉન્ડર મેટિયોરોલોજી પેલોડસ છે.આ સેટેલાઈટસમાં ૩એ, ૩ડી અને ૩ડી પ્રાઈમ સેટેલાઈટસની પાસે હવામાન સંબંધિત મશીન લાગ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application