સિહોના વિસ્તારમાં ગઈકાલે હજારો ખેડૂતોએ હું કર વ્યકત કર્યેા હતો .ખેડૂતોએભાલછેલમાં ૧૯૬ ગામના ખેડૂતોની વિશાળ ટ્રેકટર રેલી જંગી સભામાં ઇકોઝોન નાબૂદ કરવા અને ચૂંટણીમાં વર્તમાન સરકારને હટાવવાના સામૂહિક શપથ લેવાયા હતા. ઇકો ઝોન ના વિદ્ધમાં વાંધા અરજી રજૂ કરવાના અંતિમ દિવસે ખેડૂતોએ સાસણના ભાલછેલ ખાતે વિશાળ સભા દ્રારા વિરોધ પ્રદર્શિત કર્યેા હતો અને કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી કાયદો પરત ખેંચે તેવી માંગ કરી હતી. એક તબક્કે તો ખેડૂતો દ્રારા ઇકો ઝોન નહી હટે તો પંજાબની જેમ જ ગુજરાતમાં પણ ખેડૂતો રસ્તા પર આવશે અને ઉગ્ર આંદોલન કરશે તેમ જણાવી મોટા માથાઓના રિસોર્ટને છાવરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને નિશાનામાં લેવામાં આવી રહ્યા છે જે સાખી નહીં લેવાય તેમ જણાવી ઉગ્ર વિરોધ વ્યકત કર્યેા હતો.
ઇકો ઝોનના વિરોધમાં ૧૯૬ જેટલા ગામોના ખેડૂતો દ્રારા રેલી યોજી વન વિભાગને આવેદનપત્ર આપી કાયદો સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ ખેડૂતોને આગેવાનો દ્રારા આગામી રણનીતિના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી તેમજ કેન્દ્ર સરકાર કાયદો પરત ન કરે તેવી સ્થિતિમાં વર્તમાન સરકારની વિદ્ધમાં ખેડૂતો અને અસરગ્રસ્ત ગામડાઓ મતદાન કરશે તે માટે પણ ખેડૂતો વિશેષ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કાયદો રદ થાય તેના સમર્થનમાં સમગ્ર મેંદરડા તાલુકાના સરપંચો પદ પરથી રાજીનામાં આપીને વિરોધ વ્યકત આ ઉપરાંત વનવિભાગ દ્રારા પરમિટ છે જે સિંહ દર્શન સફારી કરવામાં આવે છે તેને પણ ખેડૂતો રોકવા માટે રણનીતિ બનાવી રહ્યા વન વિભાગ દ્રારા જે કામ કરવામાં આવી રહ્યા છે તેને જાહેર માહિતી અધિકાર અન્વયે માહિતી માગીને ગામ લોકો અને સમગ્ર રાયની સામે વન વિભાગની અનિયમિતતા ખૂલી કરવામાં આવે તેવા પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકાર ઇકોઝોન મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ખેડૂતોની રેલીને સમર્થન માટે આવેલા કોંગ્રેસનાહીરાભાઈ જોટવા તથા આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલીયા અને પ્રવીણભાઈ રામ સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓના જણાવ્યા મુજબ નર્મદામાં ઇકોઝોન હટે તો તાલાળા અને સાસણગીર વિસ્તારમાં ઇકોઝોન શા માટે હટે નહીં.
ઇકોઝોન મામલે ઉપસ્થિત રહેલા ખેડૂતોના જણાવ્યા મુજબ ઇકોઝોન વિસ્તારમાં ટ્રેકટર ચલાવવા નહીં તથા બેટરી પણ કરવી નહીં તેવા વિવિધ પ્રકારના કડક નિયમો જણાવવામાં આવે છે જેથી પાક ઉગાડવો કેવી રીતે તે જ પ્રશ્નાર્થ સર્જાયો છે. નાની નાની વાતોમાં ખેડૂતોને બાનમાં લેવામાં આવી રહ્યા છે જેથી સરકાર જો કાળો કાયદો રદ નહીં કરે તો આગામી દિવસોમાં સરકારને હટાવવાના પ્રયાસ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech