સર્વેશ્વર વોંકળાનો સ્લેબ નબળો ન્હોતો, ૩૩ વર્ષ જૂનો થતાં તુટ્યો

  • October 06, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ ઉપરના સર્વેશ્વર ચોકમાં ગણપતિ મહોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં ભીડ ઉમટતા ત્યાં આગળ વોંકળા ઉપર સ્લેબ ભરી બનાવાયેલા શિવમ કોમ્પ્લેકસના વોંકળા ઉપરનો સ્લેબ તૂટવાની દુર્ઘટનાની છેલ્લા એક પખવાડિયાથી તપાસ ચાલી રહી હતી, દરમિયાન મ્યુનિસપિલ કમિશનરના આદેશથી અમદાવાદની એજન્સી કસાડ કન્સલ્ટન્સએ
વોંકળાના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે ઉંડાણપૂર્વક કરેલી તપાસના અંતે આપેલા રિપોર્ટમાં એકંદરે એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે સ્લેબનું બાંધકામ નબળી ગુણવત્તાનું ન હતું પરંતુ ૩૩ વર્ષ જૂનું હોવાને કારણે ઘસારો લાગતા તૂટું હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાયું છે.


વિશેષમાં આ અંગે રાજકોટ મ્યુનિ.કમિશનરએ આજે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપરોકત મુજબના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ ઉપરથી પ્રાથમિક દ્રષ્ટ્રિએ એવું જણાય છે કે બાંધકામ નબળું ન હતું પરંતુ ત્રણ દાયકાથી વધુ જૂનું બાંધકામ હોય સમય જતાં નબળું પડું હોઇ તેવું બન્યું હોય શકે છે. તેમણે ઉમેયુ હતું કે આગામી દિવસોમાં વોંકળાનો રોડ તરફનો ભાગ તોડી પાડવામાં આવશે.


દરમિયાન કમિશનરએ ઉમેયુ હતું કે અગાઉ મહાપાલિકાએ વેંચાણ કયુ હોય તેવા ૧૯ વોંકળાની જમીનો ઉપરના બાંધકામોનું ઇન્સ્પેકશન શ કરાયું છે અને તે તમામ બાંધકામોને પણ તેમના સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવા નોટિસોની બજવણી શ કરાઇ છે. તદ્દઉપરાંત મહાપાલિકાએ વેંચાણ કયુ ન હોય તેવા વોંકળામાં થઇ ગયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવશે.

૧૯૯૧ની સ્થિતિએ ટોપ કવોલિટીનું એમ–૨૦ કેટેગરીનું સ્લેબ બાંધકામ
૧૯૯૧ની તત્કાલિન સ્થિતિએ એમ–૨૦ કેટેગરીની કવોલિટી સિમેન્ટ કોન્ક્રીટથી બાંધકામ કરાયું હતું તે સમયે તે સર્વેાચ્ચ ગુણવત્તા હતી. યારે હાલમાં નાલા, પુલ વગેરે બનાવવા માટે ૨૦૨૩માં એમ–૩૫થી એમ–૪૦ સુધીની કવોલિટીનું બાંધકામ કરાય છે.


૩૩ વર્ષે સ્લેબ નબળો થવાના અન્ય કારણો
મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ૧૯૯૧માં વોંકળા ઉપર ટોપ કવોલિટીનો સ્લેબ ભરાયો હતો પરંતુ હાલ તેને ૩૩ વર્ષ વીતી ગયા હોય અને બધં વોંકળામાં ગેસ ઉત્પન થતો હોય તેનાથી નુકસાન થયુ હોય શકે તદ્દઉપરાંત ઘસારો, સ્ટીલને સમયાંતરે લાગેલો કાટ, પાણી ટપકવું, સતત ભેજયુકત વાતાવરણ જેવી બાબતો પણ સ્લેબને નબળો પાડવા માટે કારણભૂત હોય શકે છે. તદઉપરાંત અન્ય બે કારણો એવા પણ ચર્ચામાં છે કે જે દિવસે વોંકળાનો સ્લેબ ધરાશાયી થયો તે દિવસે ત્યાં આગળ ગણેશ ઉત્સવમાં હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી આથી લોકોની ભીડના કારણે સ્લેબ ઉપર વધુ વજન આવ્યો હોય તેવા કારણે પણ તૂટો હોય તેવી સંભાવના નકારી શકાતી નથી. યારે તાજેતરમાં શિવમ કોમ્પલેક્ષમાં આવેલી એક દુકાનનું રીનોવેશન કરવા માટે તેની ટાઇલ્સ બદલાવવા બ્રેકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બ્રેકરના ઉપયોગના કારણે પણ સ્લેબને નુકસાન પહોંચ્યું હોય તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application