સલાયામાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

  • April 05, 2021 07:45 PM 

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના (લાલજીભાઈ ભુવા) દ્વારા ગઈકાલે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દેવભૂમિ હોસ્પિટલના ડો. પી.વી. કંડોરિયા સહિત 14 જેટલા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી. જેમાં 250 થી વધુ લોકોએ લાભ લીધો હતો. નિદાન સાથે દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

આ કેમ્પમાં પી.એસ. જાડેજા, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ઈન્દ્રજીતસિંહ પરમાર, સાલુભાઈ પટેલ, જગુભાઈ રાયચુરા, રસિકભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારીયા, જીજ્ઞેશભાઈ પરમાર, ભવ્ય ગોકાણી, માનભા જાડેજા, ભરતભાઈ લાલ, અરવિંદભાઈ મારાજ, પરેશભાઈ કાનાણી સાથે આગેવાનોએ ઉપસ્થિત રહી, લાલજીભાઈ ભુવા અને તેમની ટીમની આ સેવા પ્રવૃતિને બિરદાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS