જામકંડોરણાના ચિત્રાવડ ગામના સરપંચને અહીં ગામમાં જ રહેતા અને અગાઉ બે ડઝનથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસે તું ચિત્રાવડનો સરપંચ છો તો કોની હવા છે? તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તું ચિત્રાવડનો સરપંચ છો તો કોની હવા છે?
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતા નિલેશ જમનભાઈ પાનસુરીયા (ઉ.વ ૩૩) દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અહીં ચિત્રાવડ ગામે જ રહેતા યોગરાજસિંહ ઉર્ફે રાજા ભાવુભા ચુડાસમાનું નામ આપ્યું છે. નિલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગામમાં સરપંચ છે. ગત તા.27/4 ના રાત્રીના આઠેક વાગ્યા આસપાસ ફરિયાદી પોતાની દુકાને હતા ત્યારે આરોપી યોગરાજસિંહ ઉર્ફે રાજા અહીં આવ્યો હતો અને વગર વાંકે તેણે અહીં દુકાનમાં વજન કાંટા પર ઢીકો મારી કહ્યું હતું કે, તું ચિત્રાવડનો સરપંચ છો તો કોની હવા છે? તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યોગરાજસિંહ ઉર્ફે રાજા સામે અગાઉ મારામારી, દારૂ સહિતના 26 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે સરપંચની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
તું પોલીસ સ્ટેશનમાં કેમ મારી સાથે દાંત કાઢતો હતો
અન્ય એક બનાવમાં ગોંડલના ભગવતપરામાં રહેતા ધનરાજ રાજુભાઈ પરમાર (ઉ.વ 18) દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વનિતા ભીમાભાઇ દાણીધારીયા અને અર્જુન ઉર્ફે ભોલો ભીમાભાઇ દાણીધારીયાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોટા બાપુના પુત્ર વિક્રમ જેને પાડોશમાં રહેતા અર્જુન ઉર્ફે ભોલાની બહેન તૃપ્તિ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. દરમિયાન તા. 26/4 ના બપોરના પાંચેક વાગ્યે આસપાસ તે પોલીસ સ્ટેશનમાં રજૂ થયેલ દરમિયાન રાત્રિના નવેક વાગ્યે આસપાસ ફરિયાદી તથા તેના માતા અને બહેન તથા મોટા બાપુજી ઘરે હતા. ત્યારે પાડોશી વનિતાબેન દાણીધારીયાએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તું પોલીસ સ્ટેશનમાં કેમ મારી સાથે દાંત કાઢતો હતો તેમ કહી ગાળો દેવા લાગી તું ઘરની બહાર નીકળે એટલે તને છરીના ઘા મારી દેવા છે.તેમ કહી ફોન મૂકી દીધો હતો. મોડી રાત્રિના યુવાન કરે સૂતો હતો ત્યારે અર્જુન ઉર્ફે ભોલો બાઇક લઈને ઘર પાસે આવ્યો હતો અને ડેલીમાં પાણાના ઘા મારી કહેવા લાગ્યો હતો કે આજે તો તમને જાનથી મારી નાખવા છે.જે અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech