BREAKING NEWS

મહાપાલિકાની સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૨નું ૧૦૦% પરિણામ

  • May 04, 2026 09:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલએ શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ ૧૨ના પરીક્ષા પરિણામમાં શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ ૧૦૦ ટકા પરિણામ અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ શાળાએ ૮૦.૨૦ ટકા ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે સમગ્ર શહેર માટે ગર્વની વાત છે.
આ વર્ષે સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાના કુલ ૧૦૭ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી અને તમામ ૧૦૭
વિદ્યાર્થીની ઉત્તિર્ણ થઈ છે. પરિણામે શાળાનો કુલ પરિણામ દર ૧૦૦ ટકા નોંધાયો છે. એક પણ વિદ્યાર્થી નાપાસ ન થતા શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની અસરકારકતા સ્પષ્ટ થાય છે.
વિદ્યાર્થીનીઓના પ્રદર્શનની વિશેષતા તરીકે ૮૦ પીઆરથી વધુ ગુણ મેળવનારા ૫૭ વિદ્યાર્થીઓ છે, જ્યારે ૯૦ પીઆરથી વધુ ગુણ મેળવનારા ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. આ આંકડા શાળાના મજબૂત શૈક્ષણિક ધોરણ અને સતત પ્રયત્નોની સાબિતી આપે છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તાસભર શિક્ષણ
આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિઓમાં, શાળાએ છેલ્લા ૩ વર્ષથી સતત ૧૦૦ ટકા પરિણામ જાળવી રાખ્યું છે, જે શાળાની શૈક્ષણિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વર્ષે ઉમરાણિયા ક્રિષાએ ૯૯.૯૯ પીઆર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ઉપરાંત, કુલ ૧૨ વિદ્યાર્થીઓએ જુી જુદ્ધ વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
જ્યારે આ વર્ષે પી એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ શાળાના કુલ ૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ ૭૭વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ૧૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામે
શાળાનો કુલ પરિણામ કર ૮૦.૨૦ ટકા નોંધાયો છે. માર્ચ-૨૦૨૫માં શાળાનું પરિણામ ૭૫ ટકા હતું જે આ વર્ષે વધીને ૮૦.૨૦ ટકા આવ્યું છે.
આ સિદ્ધિ પાછળ શાળાના શિક્ષકોનો અવિરત પ્રવત્ન, વિદ્યાર્થીઓની મહેનત અને માતા-પિતાનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્ગદર્શનથી આવી સિદ્ધિઓ શક્ય બની છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવી જ શ્રેષ્ટ સિદ્ધિઓ પામ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application