રાજ્યપાલના હસ્તે કુ.સરિતા ગાયકવાડને ગુજરાત ગરિમા એવોર્ડ અપાયો

  • May 02, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દી શરુ કરનાર કુ.સરિતા ગાયકવાડની રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી

ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિતે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે રમત ગમત ક્ષેત્રે કુ.સરિતા ગાયકવાડને ગુજરાત ગરિમા એવોર્ડ-2023 એનાયત કરવામાં આવ્યો હતો.

રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ કામગીરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખેલમહાકુંભથી પોતાની રમતગમતની કાચી કારદર્દીની શઆત કરનાર કુ. સરિતા ગાયકવાડે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એથ્લેટિક્સ રમતની દોડ ઇવેન્ટમાં શરૂઆત કરીને 16મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ- 2016માં બ્રોન્ઝ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં એપ્રિલ-2017માં ગોલ્ડમેડલ, 57મી નેશનલ ઇન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં 400મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ, પતિયાલા ખાતે રમાયેલ ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ, 58મી નેશનલ ઇન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિકસ ચેમ્પિયનશીપ-2018માં બેન્ઝ મેડલ, વર્ષ-2018માં ઇન્ડોશિયા ખાતે રમાયેલ એશિયન ગેમ્સ ટેસ્ટ કોમ્પિટિશમાં બે ગોલ્ડ મેળવ્યા બાદ એશિયન ગેમ્સ 2018 માટે સિલેકશન થયું.

વર્ષ 2018-19માં જકાતર્િ ખાતે રમાયેલ 18 મી એશિયન ગેમ્સ-2018માં એથ્લેટિકસની દોડ ઇવેન્ટ્સાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ વિશ્વમાં પ્રસિધ્ધ કર્યું હતું. ઇન્ડિયન એથ્લેટિક્સ ટીમ 4400 મીટર રીલે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ- 2018 માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2019 માં બ્રોન્ઝ મેડલ વુમન્સમાં સિલ્વર મેડલ, યુરોપિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપ-2019માં 400 મીટર દોડ 54.21 સેક્ધડમાં પુર્ણ કરીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application