સરગમ ચિલ્ડ્રન કલબ દ્રારા દર વર્ષની જેમ આ વરસે પણ બાળ સભ્યો માટે એક દિવસના ગરબાનું ડી.એચ.કોલેજનાં મેદાનમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અવનવા વક્રોમાં સ થઈને આવેલા સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યોએ નવરાત્રીને વેલકમ કરીને જોશભેર ગરબા લીધા હતા.
ડી.એચ.કોલેજના મેદાનમાં સુંદર બેઠક વ્યવસ્થા અને ધમાકેદાર ઓરકેસ્ટ્રાના સંગાથે ટબુકડા ખેલૈયાઓને ગરબે રમતા જોઇને મહાનુભાવો પણ અચંબામાં પડી ગયા હતા. ૨૧૦૦ જેટલા ખેલૈયાઓ ફિલ્મી ગીતો અને પરંપરાગત ગરબા ગીતો ઉપર ઝૂમ્યા હતા. બાળકોમાં બોયઝનાં બે ગ્રુપ અને લેડીઝના બે ગ્રુપ પાડવામાં આવ્યા હતા અને દરેક ગ્રુપમાં પ્રિન્સ–પ્રિન્સેસ અને વેલડ્રેસ માટે ૨૫–૨૫ મળી કુલ ૧૦૦ જેટલા ઇનામો મહાનુભાવોનાં હસ્તે આપવામાં આવ્યા હતા.
આ રાસોત્સવ માણવા માટે જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં શરણાગત દીદી, શ્રમિક દીદી (આત્મીય સ્કુલ), ધાત્રીબેન વસાવડા (મહિલા કોલેજ), નિલેષભાઈ સેંજલીયા (મોદી સ્કુલ), રાજેશભાઈ પટેલ (અમેરીકા), ડો. ઉષાબેન પટેલ (અમેરીકા), કમલેશભાઈ જાની (પી.ડી. એમ કોલેજ) નો સમાવેશ થતો હતો. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, માયાબેન પટેલ,ડો.માલાબેન કુંડલિયા, જશુમતીબેન વસાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, ડો. મધુરીકાબેન જાડેજા, છાયાબેન દવે એ સેવા આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અલકાબેન કામદાર, ડો. અલ્કાબેન ધામેલિયા, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન વ્યાસ અને વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, યસુખભાઈ ડાભી, મનમોહનભાઈ પનારા, કૌશિકભાઈ વ્યાસ, અનવરભાઈ ઢેબા, જગદીશભાઇ કિયાડા, રાજેન્દ્રભાઈ શેઠ, દિપકભાઇ શાહ તેમજ લેડીઝ અને જેન્ટસ કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ એક યાદીમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech