BREAKING NEWS

સરગમ કલબ સંસ્થા નહીં પણ સેવાની યુનિવર્સિટી છે

  • April 16, 2026 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં છેલ્લા  ૪૫ વર્ષથી વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા મળી હતી અને તેમાં વર્ષ ૨૦૨૫-૨૬ના આવક-જાવકના હિસાબોને બહાલી આપવામાં આવી હતી. આ સાધારણ સભામાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સરગમ કલબની પ્રવૃત્તિને વખાણી હતી અને આ એક સામાજિક સંસ્થા નહીં પણ સેવાની યુનિવર્સિટી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ સભાને સંબોધતા કહ્યું હતું કે, સરગમ કલબ દ્વારા ચાલી રહેલી સેવાનો લાભ છેવાડાના માનવી સુધી મળે છે અને તેને લીધે ઘણા લોકોનું જીવન ધોરણ સુધર્યું છે.
શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડે આ પ્રસંગે કહ્યું હતું કે, સરગમ કલબ એક સંસ્થા નથી પણ સેવાની યુનિવર્સિટી છે. દેશમાં કોઈ જગ્યાએ ૪૫ વર્ષથી કાર્યરત અને ૧૧ હજારથી વધુ સભ્યો ધરાવતી કોઈ સેવા સંસ્થા નથી.ધારાસભ્ય દર્શિતા શાહ અને ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયાએ પોતાના વક્તવ્યમાં રાજકોટમાં આટલી સરસ સેવા પ્રવૃત્તિ કરવા બદલ સરગમ પરિવાર અને તેના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને અભિનંદન આપ્યા હતા.
ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પોતાના વક્તવ્યમાં સરગમ કલબને રાજકોટનું ગૌરવ ગણાવી હતી. આ સાધારણ સભામાં સ્મિતભાઇ પટેલે રજૂ કરેલા સરગમ કલબના હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
આ સાધારણ સભામાં વજુભાઈ વાળા, મનીષભાઈ માદેકા, જગદીશભાઈ ડોબરિયા, ખોડીદાસભાઈ પટેલ, મુકેશભાઈ દોશી, ડો. સિદ્ધાર્થ પટેલ, યોગેશભાઈ પુજારા, મધુભાઈ પટોળીયા, કમલનયન સોજીત્રા, હિતેશભાઈ દોશી, સ્મિતભાઈ પટેલ, ગીજુભાઈ ભરાડ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ કોટડીયા, શિવલાલભાઈ આદ્રોજા, જયેશભાઈ વસા, પ્રવીણભાઈ ધોળકિયા, તેજસભાઈ ભટ્ટી, ગોપાલભાઈ સાપરિયા, કિરીટભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, રાકેશભાઈ પોપટ, ડો. રાજેશભાઈ પટેલ, દિનેશભાઈ અમૃતિયા, યજ્ઞેશભાઈ પટેલ, હરીસીંગભાઈ સુચરિયા, ડો. દર્શીતાબેન શાહ, પરસોત્તમભાઈ કમાણી, અર્જુનભાઈ શિંગાળા, ધનશ્યામ પરસાણા, રાજભા ગોહિલ, શૈલેશભાઈ માઉ, કાશ્મીરાબેન નથવાણી, ચંદ્રિકાબેન ધામેલીયા, જયશ્રીબેન સેજપાલ, લતાબેન તન્ના, ડો. ચંદાબેન શાહ, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, અલ્કા ધામેલીયા, જસુમતીબેન વસાણી અને શિલ્પાબેન પુજારા વગેરે હાજર રહ્યા હતા.આ સાધારણ સભાની વ્યવસ્થામાં ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, અનવર ઠેબા, રાજેન્દ્રભાઈ શેઠ અને કનૈયાલાલ ગજેરા વગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application