સરદારનગરની કોરોનાગ્રસ્ત યુવતી ગંભીર

  • April 04, 2024 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના અને સ્વાઈન ફ્લૂએ પુનઃ પગપેસારો કર્યો છે.ભાવનગર શહેર અને જિલ્લામાં કોરાનાના બે કેસ છે.તેમાં ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારની યુવતી અતિ ગંભીર છે.જ્યારે પાલીતાણાના દર્દીની સ્થિતિ થોડી સુધારા પર છે.આજે ભાવનગર શહેરમાં કોરોનાનાં વધુ બે દર્દી મળી આવ્યા છે.જ્યારે સ્વાઈન ફ્લૂ ના ૮ દર્દીઓ સારવારમાં છે.


  ચાર વર્ષ બાદ પણ કોરોના હજી લોકોનો પીછો છોડતો નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં પૂનઃ કોરોના અને સ્વાઇન ફ્લુએ પગ પેસારો કર્યો છે. ભાવનગર શહેરના સરદાનગર વિસ્તારની યુવતીને કોરોના થવાથી દાખલ કરવામાં આવી હતી જ્યાં ગઈકાલે તેને ઓક્સિજન પર રાખવામાં આવી હતી તેની સ્થિતી વધુ બગડતા તેને હાલ બાયટેપ મશીન પર રાખવામાં આવી છે. જ્યારે પાલીતાણાના શખ્સને કોરોના કારણે ગઈકાલે બાઈટેપ મશીન પર રાખવામાં આવ્યા હતા પરંતુ તેની સ્થિતિ સુધરતા હવે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.


  આમ, કોરોનાના બે દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યાં ભાવનગર શહેરના પરિમલ ચોક સત્યનારાયણ રોડ ઉપર રહેતા ૭૭ વર્ષના વૃદ્ધ અને ૭૮ વર્ષના મહિલાને કોરોના પોઝીટીવ આવતા હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.આમ,ભાવનગર શહેરમાં ત્રણ અને જિલ્લાના એક એમ કુલ ચાર વ્યક્તિઓને કોરોના થયો છે.


  કોરોનાએ ભાવનગરમાં પૂર્ણ કર્યો છે ત્યાં સ્વાઈન ફ્લૂ એ પણ દસ્તક દીધી છે. ભાવનગર જિલ્લામાં હાલ સ્વાઇન ફ્લુના આઠ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમની સારવાર ચાલી રહી છે.


  ભાવનગર શહેરના જિલ્લામાં ફરી કોરોના અને દેખા દેતા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.લોકોને થોડા પણ ચિન્હ દેખાય તો તરત જ આ બંને આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application