બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઘણીવાર તેની ડ્રેસિંગ અને ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. સારાની સ્ટાઇલ તેના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેણે 2018 માં 'કેદારનાથ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેની ફિલ્મને પણ પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો સારા અલી ખાન તેની ફિલ્મ્સની સાથે તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઈને પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે. ઘણીવાર બોલિવૂડ સેલેબ્સના કપડાં અને એસેસરીઝ જોતાં લાગે છે કે તેઓ મોંઘા અને ડિઝાઇનર કપડાં પહેરે છે. પરંતુ સારા અલી ખાન આ મામલામાં કંઈક અલગ છે.
ઘણા મોટા ફેશન શોની શો સ્ટોપર રહી ચૂકેલી સારા અલી ખાન કહે છે કે તે વધારે પૈસા ખર્ચવાનું પસંદ નથી કરતી. કે તેઓ બ્રાન્ડેડ કપડાંની શોખીન નથી. સારાના કહેવા પ્રમાણે તે ડિઝાઇનર અને મોંઘા કપડા પર પૈસા ખર્ચ કરવા કરતાં સરોજિની નગરના કપડાં ખરીદવાનું પસંદ કરે છે. સરોજિની નગરના સલવાર સૂટમાં પણ તે ખૂબ જ ખુશ છે. એટલે કે, સારા ડિઝાઇનર અને બ્રાન્ડેડ કપડા પર રૂપિયા ખર્ચ કરવા કરતાં વધારે સામાન્ય કપડાં ખરીદીને પૈસા બચાવવાનું પસંદ કરે છે. બીજી બાજુ, જો તમે અન્ય અભિનેત્રીઓ પર નજર નાખો તો, આ કિસ્સામાં તે સંપૂર્ણપણે અલગ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે 'કુલી નંબર 1' માં સારા વરૂણ ધવન સાથે જોવા મળી હતી. આ સાથે જ અક્ષય કુમાર અને ધનુષ સાથે તેની 'અતરંગી રે' ની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં સારા અલી ખાન ફરી એકવાર મોટી બહેન બની છે. તેના પિતા અને બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યા. કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીએ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો. દરેક વ્યક્તિ ફોટો જોવા અને નામ જાણવા માટે ખુબ જ ઉત્સાહિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationવેસ્ટ ઇન્ડીઝના પોલાર્ડે એક ઓવરમાં ફટકારી 6 સિક્સર, યુવરાજના રેકોર્ડની કરી બરોબરી
March 04, 2021 11:43 AMવાની કપૂરે પહેરેલા ડ્રેસની કિંમત જાણી આંખ થઈ જશે ચાર
March 04, 2021 11:42 AMતાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની મોડી રાત સુધી પૂછપરછ: આજે પણ થઈ શકે કાર્યવાહી
March 04, 2021 11:38 AMકોડીનારના દેવળી (દેદાની) ગામ દ્વારા અયોધ્યા મંદિર માટે ૩.૬૫ લાખ અર્પણ
March 04, 2021 11:37 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech