સંત નિરંકારી મિશન દ્વારા માનવ એકતા દિવસનું આયોજન

  • April 21, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ગુરુવારે જામનગર તથા ગુજરાત  તથા વિશ્વભરમાં 500 સ્થળોએ રક્તદાન અભિયાન

આધ્યાત્મિકતા જ માનવ એકતાને મજબૂતી આપી શકે છે અને માનવને માનવની નજીક લાવીને પરસ્પર પ્રેમ અને સદભાવનાનું વાતાવરણ ઊભું કરી શકે છે. આ જ ઉદ્દેશ્ય સાથે સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા જીના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘માનવ એકતા દિવસ’નું આયોજન 24 એપ્રિલ, 2025ના રોજ એક તરફ ગ્રાઉન્ડ નંબર 8, નિરંકારી ચોક, બુરાડી ખાતે કરવામાં આવશે, તો બીજી તરફ ભારતવર્ષની દરેક શાખાઓમાં પણ શ્રદ્ધાળુ ભક્તો ભાગ લઈને બાબા ગુરબચન સિંહ જી અને મિશનના અનન્ય ભક્ત ચાચા પ્રતાપસિંહજીને પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરશે અને તેમના મહાન જીવનથી પ્રેરણા લેશે.

સંત નિરંકારી મંડળના સચિવ અને સમાજ કલ્યાણ વિભાગના પ્રભારી આદરણીય શ્રી જોગિન્દર સુખીજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સતગુરુની અસીમ કૃપાથી આ વર્ષે પણ વિશ્વભરના લગભગ 500થી વધુ સ્થળોએ સંત નિરંકારી મિશનની સમાજ કલ્યાણ શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના તત્વાવધાનમાં રક્તદાન શિબિરોની અવિરત શૃંખલાઓનું વ્યાપક સ્તરે આયોજન કરવામાં આવશે, જેમાં લગભગ 50,000થી વધુ રક્તદાતાઓ માનવતાના ભલા માટે રક્તદાન કરી નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ પૂરું પાડશે.

ગુજરાત રાજ્યમાં માનવ એકતા દિવસના ઉપલક્ષ્યમાં 9 શહેરમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, દમણ, ભાવનગર, વડોદરા, ગોધરા, ગાંધીનગર, મહેસાણા અને જામનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંત નિરંકારી મંડળ ગુજરાત રાજ્યની દરેક બ્રાન્ચમાં ‘માનવ એકતા દિવસ’ સત્સંગ સમારોહોનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન પર સવારે 8:30 કલાકે વિશાળ રક્તદાન શિબિર સાથે આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી દ્વારા વર્ષ 1986થી શરૂ કરવામાં આવેલી આ પરોપકારની મુહિમ આજે મહા અભિયાનના રૂપમાં પોતાના ચરમોત્કર્ષ પર છે. છેલ્લા લગભગ 4 દાયકાઓમાં આયોજિત 8644 શિબિરોમાં 14,05,177 યુનિટ રક્ત માનવમાત્રના ભલા માટે આપવામાં આવ્યું છે અને આ સેવાઓ સતત ચાલુ છે.

જેમ કે સૌને ખ્યાલ છે કે યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જી સમાજ કલ્યાણ માટે સતત પ્રયાસરત રહ્યા. દરેક ભક્તના જીવનને વાસ્તવિક રૂપે એક વ્યવહારિક દિશા પ્રદાન કરી, જેના માટે માનવતા હંમેશા તેમની ઋણી રહેશે.

નિશ્ચિતપણે લોક કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલું આ અભિયાન નિરંકારી સતગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને દર્શાવતું એક દિવ્ય સંદેશ પ્રસારિત કરી રહ્યું છે, જેનાથી દરેક પ્રાણી પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application