ધ્વારકામાં શંકરાચાર્ય અ.સ.તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે સંસ્કૃત દિનની ઉજવણી

  • August 24, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંસ્કૃત દિવસના ઉપલક્ષ્યમાં દ્વારકાના શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ મહાવિદ્યાલય ખાતે સંસ્ફૃત દિનની દ્વિપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વરૂપાનંદજી મહારાજ તથા તેમના પ્રિયશિષ્ય દંડીસ્વામી સદાનંદજી મહારાજના નિર્દેશનમાં તેમજ બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજના માર્ગદર્શનમાં સંસ્કૃત વિદ્ધાનોની ઉપસ્થિતિમાં પારંપરિક રીતે ઊજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત દિવસોત્સવમાં અગ્રણીઓ દ્વારા સંસ્કૃત ભાષને વધુ સરળ બનાવવા પ્રાસંગિક પ્રવચનોમાં ભાર મૂકયો હતો. સંસ્કૃત ભાષાના જ્ઞાનવિદોએ તેમના પ્રવચનમાં જણાવેલ કે સંસ્કૃત ભાષા ભારતીયોનો મૂળ પાયો છે અને સંસ્કૃત ભાષાને દરેક વ્યકિત જનહિતમાં વાંચન કરે અને પોતાના મુખે સંસ્કૃત ભાષાનું વિવરણ કરે તે વર્તમાનમાં જરૂરી છે. મહાભારતમાં પણ સંસ્કૃત ભાષાનો મુખ્ય પાયો રહેલો છે તેમજ સંસ્કૃત ભાષાનો અભ્યાસમાં હાલના ટેકનોલોજીના યુગમાં વધુ વ્યાપ મળે તે જરૂરી છે. આજે પણ દેશમાં સંસ્કૃત ભાષામાં ગ્રંથકાવ્યે, નવકલકથાઓ, નાટકો અને વર્તમાનપત્રો પ્રસિધ્ધ અને પ્રચલિત થાય છે તે સનાતન ધર્મ માટે નોંધનીય બાબત છે. સંસ્કૃત ભાષા કઠિન જરૂર છે પણ તેને જીવનમાં ઉતારવી એટલી જ સરળ છે. વ્યાકરણ, નિરાકરણ અને ધ્વનિશસ્ત્રોથી બંધાયેલી સંસ્કૃત ભાષા અનેક રીતે જનઉપયોગી હોય સંસ્કૃતને મુખ્ય ભાષા તરીકે સ્વિકારવી જોઇએ તેવો પણ મત વિદ્ધાનો દ્વારા વ્યકત કરાયો હતો.

કાર્યક્રમમાં દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમીના પૂર્વ નિદેશક ડો.જ્યપ્રકાશ નારાયણ દ્વિવેદી, શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો.કુલદીપ પુરોહિત, શારદાપીઠ કોલેજના પ્રિન્સીપાલ ડો.સંદીપ વાઢેર, વિદ્યાલય તેમજ કોલેજના શિક્ષકગણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS